Only Gujarat

FEATURED National

રસોઈયો અચાનક જ થયો ‘માલામાલ’! સવારે ઉઠ્યો ત્યારે ખબર પડી કે તે બની ગયો છે કરોડપતિ

આને કહેવાય જબરદસ્તી કિસ્મત ખુલવી. હરિયાણાના સિરસા જિલ્લાના કલાંવાલીમાં રહેતો હલવાઈ જાણતો પણ ન હતોકે, એજન્ટ દ્વારા જબરદસ્તી વેચાયેલી લોટરીની ટિકિટ તેને કરોડપતિ બનાવશે. શુક્રવારે સવારે જ્યારે ધર્મપાલ સૂઈને જાગ્યો ત્યારે ખબર પડી કે તે કરોડપતિ બની ગયો છે. પહેલા તેને વિશ્વાસ ન થયો, પછી લોટરીની ટિકિટનો નંબર જોયો, તો તેનાં પગ જમીન ઉપર ટકી શક્યા ન હતા.

દોઢ કરોડની લોટરી લાગી
ધરમપાલે જણાવ્યુકે, એક એજન્ટ પાસેથી તેણે ‘પંજાબ સ્ટેટ રાખી બંપર લોટરી’ની 5 ટિકિટ ખરીદી હતી. દરેક ટિકિટનની કિંમત 250 રૂપિયા હતી. રસપ્રદવાત તો એ છેકે, જે ટિકિટ ઉપર ધર્મપાલે દોઢ કરોડ રૂપિયા જીત્યા, તે ટિકિટ એજન્ટે તેને જબરદસ્તી વેચી હતી. જ્યારે ધર્મપાલની પાસે લોટરી જીત્યાનો કોલ આવ્યો તો, તેને વિશ્વાસ ન થયો.

ધર્મપાલે જણાવ્યુકે, તેનું ગામ પંજાબની સીમા સાથે જોડાયેલું છે. એટલે ઘણીવાર એજન્ટો અહીંયા ટિકીટો વેચવા માટે આવે છે. એજન્ટે કહ્યું કે તેની પાસે છેલ્લી ટિકિટ બાકી છે, તેને ખરીદો. પહેલા તેણે ના પાડી, પણ બાદમાં એજન્ટનું માન રાખવા માટે ટિકિટ ખરીદી લીધી હતી.

15 વર્ષથી ટિકિટ ખરીદે છે
ધર્મપાલ છેલ્લા 15 વર્ષથી ટિકિટ ખરીદી રહ્યા હતા. પંજાબ રાજ્ય લોટરીની બમ્પર ટિકિટો દરેક તહેવાર પર ઉપલબ્ધ હોય છે.

ધરમપાલ દર વખતે ટિકિટ ખરીદે છે. ધર્મપાલે કહ્યું કે તેમને ત્રણ પુત્રો છે. આ પૈસાથી પુત્રોને સારું શિક્ષણ અપાવશે. બાકીનાં પૈસા સામાજિક કાર્યોમાં ખર્ચ કરશે.

ધરમપાલે જણાવ્યુકે, એક એજન્ટ પાસેથી તેણે ‘પંજાબ સ્ટેટ રાખી બંપર લોટરી’ની 5 ટિકિટ ખરીદી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page