Only Gujarat

National TOP STORIES

ડિસેમ્બર અંત સુધીમાં ભારતની 40 ટકા વસ્તીને લાગ્યો હશે કોરોનાનો ચેપ છતાંય સારા સમાચાર આવ્યા

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ હજી સુધી અટક્યો નથી. દેશમાં દરરોજના કોવિડ -19 ના હજારો નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરેક વ્યક્તિ રોગચાળાથી છૂટકારો મેળવવા માટે એક આદર્શ રસીની આશા રાખીને બેઠા છે. દરમિયાન, એક ખાનગી લેબ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારતની 26 ટકા વસ્તીને કોરોનાનો ચેપ લાગશે.

‘થાઈરોકેર લેબ્સ’ના એમડી ડો. એ વેલુમનીએ તેમની સંસ્થા દ્વારા સેરોલોજીકલ પરીક્ષણોમાંથી એકત્રિત કરેલા આંકડાઓનાં આધારે આ દાવો કર્યો છે. તેમણે રોઇટર્સને જણાવ્યું હતું કે 2.7 લાખ લોકોના સિરોલોજિકલ ટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીંના 26 ટકા લોકો પહેલાથી જ કોરોના વાયરસનો ભોગ બની ચૂક્યા છે.

ડૉ.વેલુમનીનું કહેવું છે કે, ચેપગ્રસ્ત લોકો તેમના લોહીમાં એન્ટિબોડીઝને ન્યૂટ્રિલાઈઝ કરી રહ્યા છે, જે જીવલેણ વાયરસ સામે લડવા માટે શરીરમાં આપમેળે ઈમ્યુનિટી ઉત્પન્ન કરે છે. ડો.વેલુમાનીનું આ મૂલ્યાંકન બતાવે છે કે દેશમાં દરેક ચોથો વ્યક્તિ વાયરસથી રિકવર થયો છે અને હવે તેઓ તેનાથી સુરક્ષિત રહી શકે છે.

જુલાઈમાં, કંપનીએ દાવો કર્યો હતો કે 15 ટકા લોકોને ચેપ લાગ્યો હતો, પરંતુ આ 53,000 લોકો ઉપર કરવામાં આવેલો એક નાનો નમૂનો હતો. આ દાવો એ વાત પણ દર્શાવે છે કે ભારતમાં લોકો ધીમે ધીમે હર્ડ ઈમ્યૂનિટી તરફ આગળ વધી રહ્યા છે. ડો.વેલુમનીએ રોઇટર્સને જણાવ્યું હતું કે આ અપેક્ષા કરતા ઘણું વધારે છે. બાળકો સહિત તમામ વય જૂથોના લોકોમાં એન્ટિબોડીઝની હાજરી સમાન છે.

ડૉ.વેલુમનીનું કહેવું છે કે જો ભારતમાં ઈંફેક્શનથી રિકવરીની ગતિ યથાવત્ રહેશે, તો ડિસેમ્બર સુધીમાં, લગભગ 40% લોકો કોરોના સામે એન્ટિબોડીઝ જનરેટ કરી દેશે. હવે સારા સમાચાર એ હશે કે, જેટલાં વધુ લોકો વાયરસથી બચશે, ખરાબ ઈમ્યુનિટીવાળા લોકો પણ એટલાં જ ખતરનાક વાયરસથી બચી શકશે.

જો કે, આવા લોકોને રસી મળ્યા પછી જ વાયરસથી વાસ્તવિક રાહત મળશે. આ સેરોલોજીકલ પરીક્ષણો દ્વારા ઉચ્ચ ઈમ્યૂનિટીવાળા લોકોને શોધવાનું એ ફ્રન્ટ લાઇન કામદારો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, જે કોવિડ -19 અને અન્ય જાહેર વાતાવરણમાં સુરક્ષિત રીતે કાર્ય કરી શકે છે.

આટલું જ નહીં, તે પ્લાઝ્મા થેરાપી માટે રક્તદાન કરવા તૈયાર ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં પણ વધારો કરશે. ઉપરાંત, દર્દીઓમાં ઈમ્યૂનિટી પ્રતિભાવ કેટલો સમય ચાલે છે, આવા મોટા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page