Only Gujarat

Gujarat

‘મારા પતિ દુનિયાના સૌથી સારા પતિ છે, ખામી મારામાં છે’, મળી આવી પરિણીતાની સ્યૂસાઈટ નોટ

સુરત: શહેરમાં ત્રણ વર્ષની માસૂમ દીકરી સાથે આત્મહત્યા કરનાર પરિણીતાની સ્યૂસાઈડ નોટ મળી આવી છે અને તેમાં જે ખુલાસો થયો છે તેનાથી આખા કેસની દિશા અને દશા બદલાઈ ગઈ છે. શહેરના પુણા વિસ્તારમાં ગત 18 ઑગસ્ટના રોજ પુત્રી સાથે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ મૃતક મહિલાના પિયરીયાવાળાના આરોપ બાદ પોલીસે પતિ સહિત સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. જોકે, પોલીસને પરિણીતાએ લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જ્યારે દીકરીને કેમ સાથે લઈને મોતને ગળે લગાડ્યું તેની વિગતો પણ બહાર આવી છે.

પાંચેક વર્ષ પહેલા મૃતક કોમલના પ્રેમલગ્ન વર્ષોથી સુરતમાં રહેતા મૂળ ઉત્તરાંચલના આશિષ દેવેન્દ્ર સોમાની સાથે થયા હતા. સોમવારે બપોરે જ્યારે ઘટના બની ત્યારે ઘરમાં કોમલની સાસુ અને જેઠાણી હતા. તે સમયે કોમલ દીકરી મિસ્ટી સાથે પાંચમા માળે ધાબા પર ગઈ હતી. પાંચમા માળેથી કોમલે મિસ્ટી સાથે મોતની છલાંગ લગાવી હતી. તેના કારણે માતા-પુત્રીના સ્થળ પર મોત થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી. જેમાં કોમલના પરિવારજનોએ દહેજ માટે સાસરિયા ત્રાસ આપતા હોવાના આરોપ લગાવ્યા હતા. કોમલના પિતાની ફરિયાદના આધારે પોલીસે કોમલના પતિ સહિત સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે કોમલના પિતાએ તેને આઠ લાખ રૂપિયાનું કરિયાવર આપ્યું હતું. હવે આ મામલે આપઘાત કરનાર કોમલની એક સ્યૂસાઈડ નોટ આવી છે. જોકે, આ સ્યૂસાઈડ નોટમાં અનેક વિરોધાભાસ જોવા મળી રહ્યા છે. કોમલના પરિવારના લોકો આપઘાત માટે સાસરીયાને જવાબદાર ગણાવે છે જ્યારે કોમલે સ્યૂસાઈડ નોટમાં પોતાની મરજીથી મોતને વહાલુ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

“હું કોમલ આશિષ સોમાની આત્મહત્યા કરી રહી છું. મને માફ કરી દેજો. આ આત્મહત્યા પોતાની મરજીથી કરી રહી છું. આ આત્મહત્યામાં મારા સાસરીયાવાળા અને મારા પિયરવાળાની કોઈ ભૂલ નથી. મારા સાસરીયાવાળા અને મારા પિયરવાળા બંનેએ મને એટલો પ્રેમ આપ્યો છે કે કોઈ નસીબવાળી હોય તેને જ આટલો પ્રેમ મળે. મારા પતિ દુનિયાના સૌથી સારા પતિ છે. નસીબવાળાને જ આવો પતિ મળે છે. ખામી મારામાં જ છે. હું એક સારી છોકરી નથી. મારા કારણે બધાને દુઃખ થયું. મે બધાને દુઃખ આપ્યું છે. જેના માટે મને માફ કરજો. હું મારી દીકરીને લઈને જાવ છું. કેમ કે મા વિના દીકરીનું ધ્યાન તો રાખવામાં આવે છે પણ મા જેવો પ્રેમ કોઈ કરી શકતું નથી.મને માફ કરી દેજો. મે મારી દીકરીને લઈને જાવ છું. સોનું ગુચ્ચુ(મિસ્ટી) તમારી જાન છે એ જાણું છું. મને માફ કરી દેજો હું ગુચ્ચુને લઈને જઈ રહી છું.”

“મારા ગયા બાદ કોઈ રહતા નહી નહીતો મારા આત્માને શાંતિ નહીં મળે. મને માફ કરજો. લોકોની વાતો પર ધ્યાન આપતા નહીં. ગુસ્સામાં માણસ કંઈ પણ કહે છે. મારા ગયા બાદ મારી તમામ વસ્તુ, સોનુ અને કપડા પિયરવાળાને આપી દોજો. મને માફ કરજો. હું આ ખૂબ જ વિચારી આ નિર્ણય લઈ રહી છું. પ્લીઝ મને માફ કરી દેજો પ્લીઝ. આઈ એમ સોરી, ગુચ્ચુને લઈને જઈ રહી છું. તમારી આંખોમાં હું આંસુ જોઈ નથી શકતી. તમને આંધાધૂંધ પ્રેમ કરું છું. તમે મારી ખુશી માટે બધુ કર્યું, મને તમામ ખુશીઓ આપી પણ તેને લાયક નથી કે તમારે લાયક છું. મારી તમામ જીદ પુરી કરી દરેક ખુશી આપી અને મે તમને હંમેશા રડાવ્યા છે. મને માફ કરજો. મે મારી તમામ FD તમને આપીને જઈ રહી છું. મારા અને ગુચ્ચુના જવામાં જવાબદારી મારો પરિવાર અને સાસરીયાવાળા ન હોવા જોઈએ. હું મારી મરજીથી સુસાઈડ કરી રહી છું. મારા કોઈ પણ પરિવારના સભ્યએ મારુ નુકસાન કર્યું નથી.” કોમલે આપઘાત પહેલા લખેલી આ કહાનીનું સત્ય શું છે તે પોલીસ ચકાસી રહી છે.

 

You cannot copy content of this page