પતિ પત્ની અને મિત્રનો શોકિંગ કિસ્સો, દોસ્તની પત્ની સાથે ચક્કર ચલાવ્યું ચક્કર અને…

રાજકોટમાં પતિ પત્ની અને વોનો એક લોહિયાળ કિસ્સો સામે આવ્યો છે. યુવકના મિત્રની પત્ની સાથે સંબંધો બંધાયા હતા. યુવકે પત્નીને પ્રેમી સાથે રંગેહાથ ઝડપી લીધી હતી. આથી ગુસ્સામાં પતિએ પ્રેમી પર એક પછી ઘા ઝીંકીને પતાવી દીધો હતો. ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસે અલગ અલગ ટીમોને કામે લગાડી આરોપીને દબોચી લીધો હતો.

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલ નંદનવન સોસાયટી ખાતે બનેલ હત્યાના બનાવમાં પોલીસે આરોપી હુસેન દલવાણી (ઉ.વ.30)ની ધરપકડ કરી છે. હુસેન દલવાણીએ ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ છરીના ઉપરા છાપરી ઘા ઝીકી પત્ની નેન્સીના પ્રેમી અખ્તરની હત્યા કરી હતી.

જાણવા મળતી વિગત અનુસાર નેન્સી અને હુસેન ઈબ્રાહીમ દલવાણીના લગ્ન આજથી સાત આઠ વર્ષ પૂર્વે થયા હતા. નેન્સી મૂળ ગોવાની છે. આજથી સાત આઠ વર્ષ પૂર્વે નેન્સી અને હુસેને પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન બંનેને સંતાનમાં બે દીકરી હોવાનું પણ હાલ સામે આવ્યું છે. છેલ્લા ત્રણેક વર્ષથી નેન્સી હુસેનના મિત્ર અખ્તરના પ્રેમમાં હતી. છેલ્લા કેટલાય સમયથી હુસેનને પોતાની પત્ની પોતાના જ મિત્ર ના પ્રેમમાં હોવાની જાણ થઇ હતી. પરંતુ તે બંનેને રંગે હાથે ઝડપી પાડવા માંગતો હતો.

દરમિયાન મંગળવારના રોજ હુસેનને જાણ થઈ કે તેની પત્ની તેના મિત્રને મળવા પહોંચી છે. જે જાણ થતાં જ હુસેન પોતાના એક મિત્ર સાથે ત્યાં જઈ ચડ્યો હતો કે જ્યાં નેન્સી અને અખ્તર બંને એકબીજા સાથે પ્રેમાલાપ કરી રહ્યા હતા. બંનેને એકબીજા સાથે પ્રેમાલાપ કરતા જોઈ જતા હુસેન રોષે ભરાયો હતો. હુસેને અખ્તરને છાતી, પડખા, પેટમાં, બન્ને હાથે, સાથળ અને પૂંઠના ભાગે ઝનૂનપૂર્વક ૧૧ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલો અખ્તર ઘટના સ્થળે જ લોહીયાળ હાલતમાં ઢળી પડયો હતો. તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખેસાડયો હતો, પણ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.

બીજી તરફ પોતાનો જ પતિ પોતાના પ્રેમીને જાનથી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે નેન્સી ત્યાં જ હાજર હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ નિવેદન અર્થે નેન્સીને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવી હતી જ્યાં તેણીએ સમગ્ર ઘટના વર્ણવી હતી.

જાણવા મળતી માહિતી અનુસાર આરોપી હુસેનભાઇ અબ્રાહિમ ભાઈ દલવાણી પાસેનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અખ્તર મંડપ સર્વિસનું કામકાજ કરે છે. થોડા વર્ષો પૂર્વે તેના પિતાનું બીમારી સંબંધ મોત નીપજ્યું છે. જે બાદ અખ્તર તેની માતા સાથે પોતાની નાની ભેગો જ રહેતો હતો. ત્યારે એકના એક પુત્રનું મોતની પત્તા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

You cannot copy content of this page