Only Gujarat

Gujarat

એક સમયે ભાડાના મકાનમાં રહેતો હતો ને આજે દેવાયત ખવડ પાસે છે લક્ઝુરિયસ બંગલો

હાલ સાહિત્ય કલાકારમાં દેવાયત ખવડ થોડા દિવસ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યા છે. ત્યારે એક ભવ્ય ડાયરાનું આયોજન કર્યું હતું જેમાં તેમની ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો અને સ્ટેજ પરથી દેવાયત ખવડે કહ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદ મારો આ પ્રથમ લોકડાયરો છે. ત્યારે હજુ પણ એ જ કહું છું, ‘ઝુકેંગા નહીં સાલા’. પરંતુ અમે તમારા માટે લાવ્યા છીએ દેવાયત ખવડની ઘરની તસવીરો જે જોતાં જ બોલી ઉઠવા વાહ.

ગુજરાતના જાણીતા લોક ગાયક દેવાયત ખવડ વૈભવી જીવન જીવી રહ્યાં છે પરંતુ તેમને અહીં પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. દેવાયત ખવડનો પરિવાર પહેલાં ખૂબ જ ગરીબ હતો અને તેમની પાસે રહેવા માટે પોતાનું મકાન પણ નહોતું અને તે સમયે દેવાયત ખવડના પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાત ચલાવતા હતા.

લોક ગાયક દેવાયત વિશે વાત કરવામાં આવે તો તેઓ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેમને ગામમાં જ 1થી 7 ધોરણનો અભ્યાસ કર્યો છે. માધ્યમિક અભ્યાસ કરવા માટે દેવાયત તેના ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામમાં જતો હતો.

તેને અભ્યાસ કરવામાં રસ ન હતો. ભણવામાં રુચિ ન હોવાના કારણે તેને ગાવાની શરૂઆત કરી. દેવાયત ખવડના પિતાનું નામ દાનાભાઈ ખવડ હતું અને તેઓ મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા.

ગામમાં 1થી 7 ધોરણનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અભ્યાસ કરવા માટે દેવાયતને તેના ગામથી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામમાં જવું પડતું હતું. તેથી તે સાયકલ લઈને અપડાઉન કરતો હતો.

જ્યારે શાળામાં દેવાયત ખવડને સુવિચાર બોલવાનો વારો આવતો ત્યારે તે શાળા પણ જતો નહીં કારણ કે, તેને લોકો વચ્ચે બોલવામાં ડર લાગતો હતો. પરંતુ દેવાયતને ભણવામાં રસ ન હોવાના કારણે તેને બધા લોકોને બોલતા અને ગાતા જોઈને તેને પણ ગાવાનું નક્કી કરી લીધું અને તે ઇશ્વરદાન ગઢવીને જોઈને ગાવાનું ચાલુ કર્યું.

ત્યારબાદ દેવાયત ખવડે ધીમે-ધીમે પ્રોગ્રામો કરવાના શરૂ કર્યા અને આજે દેવાયત ખવડ સાહિત્યકાર તરીકે ખૂબ ખૂબ જ પ્રખ્યાત છે. તેને રાજભા ગઢવી, ગીતા રબારી, હકાભા ગઢવી જેવા નામાંકિત કલાકારો સાથે પ્રોગ્રામ કર્યા છે.

દેવાયત ખવડે સૌથી પહેલો પ્રોગ્રામ હનુમાન જયંતીના દિવસે કર્યો હતો અને ત્યારથી જ તેમનો ઘણો મોટો ચાહક બની ગયો હતો. જ્યારે દેવાયત ખવડ એક દિવસ થાનગઢ નજીક આવેલા ગામમાં પ્રોગ્રામ માટે ગયા હતા, તે સમયે ચારણ ભરતદાન ગઢવી સાથે તેઓની મુલાકાત થઈ હતી અને તેઓ દેવાયત ખવડના ગીતથી ખૂબ પ્રભાવિત થયા હતા જેના કારણે ભરતદાન ગઢવીએ દેવાયત ખવડને અલગ-અલગ પ્રોગ્રામો આપવાની ઓફર કરી હતી.

સૌ પ્રથમ તે પ્રોગ્રામમાં સોનલ માતા, રાજપૂત સમાજ અને ચારણ સમાજની દાતારી વિશે વાતો કરતો હતો અને છંદ, દુહા બોલતા હતા. દેવાયત ખવડ હાલમાં પણ તેમના પ્રોગ્રામમાં ખુમારી અને ખમીરવંતીની વાતો કરવાનું ખૂબ જ વધારે પસંદ કરે છે. યુવાનો પણ તેમની આ વાતોને ખૂબ જ દિલથી સાંભળે છે.

દેવાયત ખવડ સ્ટેજ પર કોઈક વાર ભૂલ કરતો હતો. તે સમયે પ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી તેઓને ભૂલો બાબતે જ્ઞાન આપતા હતા. માયાભાઇ આહિરના બંને દીકરાઓ દેવાયત ખવડના ચાહક છે.

You cannot copy content of this page