Only Gujarat

Gujarat

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક: ‘ગાડી તો ઠોકાય હવે બહુ ટેન્શન નહીં લેવાનું’

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં અકસ્માત મુદ્દે પ્રજ્ઞેશ પટેલનો બેફામ વાણી વિલાસ સામે આવ્યો છે. મહત્વનું છે કે, દિકરાની કરતૂતનો પ્રજ્ઞેશ પટેલને કોઈ અફસોસ નથી તેવું સામે આવ્યું છે. જોકે વન ગુજરાત આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. હાલ આ ડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા ઓડિયો ક્લિપમાં કહી રહ્યા છે કે, ‘આજીવન કંઇ જ નહીં થાય, god bless બધાને, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય જ ને, 19-20 વર્ષના છોકરાઓ છે, કોઇક દિવસ થઇ જાય હવે, એમાં બહુ ટેન્શન નહીં કરવાનું, હવે એને માપમાં રાખવાના એ મારી રીતે હું રાખી દઇશ’

ઓડિયો ક્લિપ સાંભળો

એક નહીં, આવુ અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ગોથે ચઢી હતી. તો બીજી તરફ, તથ્યની માતા નીલમ પણ તથ્યના કારનામાને સામાન્ય ગણાવી રહી છે. તો તથ્ય અને તેના પિતાના ચહેરા પર એક ટકાનો અફસોસ દેખાતો નથી.

થોડા દિવસ પહેલાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બેફામ નબીરા તથ્ય પટેલે ઝડપી કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના મોત નિપજ્યાં હતા. જોકે હવે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિગતો મુજબ આ ક્લિપમાં 9 લોકોનાં જીવ લેનાર દિકરાને પ્રજ્ઞેશ પટેલ છાવરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઓડિયો ક્લિપમાં તે કહે છે કે, 20 વર્ષના છોકરાથી અકસ્માત થાય.

કોણ છે તથ્ય પટેલ?

– અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સનો છે દીકરો
– આરોપી તથ્ય પટેલ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી
– આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની અગાઉ પોલીસે કરી હતી ધરપકડ

કેવી રીતે સર્જાયો અકસ્માત?

– સ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો
– અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
– અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી
– અકસ્માતના થોડા સમય બાદ લક્ઝ્યુરિયસ કાર પૂર ઝડપી નીકળી
– લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા
– 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચલાવી હતી
– લક્ઝ્યુરિયસ કાર ચાલક અડફેટે લેતા પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ થયા
– તથ્ય પટેલ નામના શખ્સે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી મળી

You cannot copy content of this page