Only Gujarat

International

પ્રખ્યાત યુનિવર્સિટીનું સંશોધન, કોરોનામાં ટાલવાળા લોકોએ સંભાળીને રહેવું, આ છે કારણ

ન્યૂયોર્ક: વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ટાલિયા લોકોને કોરોના વાઈરસથી જોખમ વધુ રહી શકે છે, આ ઉપરાંત તેમણે જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વાળ ખરવા પાછળ એન્ડ્રોજન હોર્મોન જવાબદાર હોય છે. કોરોના વાઈરસના સૌથી ખરાબ કેસમાં આ હોર્મોનનું કનેક્શન જોવા મળ્યું છે.

ડેઈલી મેઈલની રિપોર્ટ અનુસાર, અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર અને રિસર્ચ પ્રમુખ લેખક કાર્લોસ વૈમ્બિયરે બ્રિટિશ ટેલિગ્રાફને કહ્યું કે,‘અમે વાસ્તવમાં એવું સમજીયે છીએ કે ટાલિયાપણું કોરોનાના જોખમના ગંભીર સંકેત આપે છે. આ અગાઉના ઘણા આંકડાઓથી જાણ થઈ છે કે કોરોનાથી બીમાર થનારા પુરુષોના મોતની આશંકા, મહિલાઓની સરખામણીએ વધુ હોય છે.

અમને લાગે છે કે, એન્ડ્રોજન શરીરમાં વાઈરસની એન્ટ્રી માટે ગેટવેનું કામ કરે છે. અમે આ અંગે સ્પેનમાં 2 સ્ટડી કરી છે. બંનેમાં આ સામે આવ્યું કે, હોસ્પિટલમાં દાખલ થનારા કોરોના પીડિચોમાં ટાલિયા લોકોની સંખ્યા વધુ છે. ’

મેડ્રિડના 3 હોસ્પિટલમાં દાખલ 122 દર્દીઓ પર કરવામાં આવેલી સ્ટડીમાં સામે આવ્યું કે, કોરોના પોઝિટિવ આવેલા 79 ટકા દર્દીઓ ટાલિયા છે. આ સ્ટડીને American Academy Of Dermatology જરનલમાં પબ્લિશ કરવામાં આવી છે. સ્પેનમાં આવી જ અન્ય એક સ્ટડીમાં જોવા મળ્યું કે, કોરોનાના 41 દર્દીઓમાંથી 71 ટકા એવા હતા જેમને ટાલ હતી. આ સ્ટડીથી સ્પષ્ટ છે કે, ટાલિયા લોકોને કોરોના વાઈરસથી બચવા માટે વધુ એલર્ટ રહેવાની જરૂર છે.

You cannot copy content of this page