Only Gujarat

FEATURED International

રસોડામાં ઘીને બદલે એન્જિન ઓઈલમાં તળી બટેટાની વેફર પણ પરિણામ એવું ભયાનક આવ્યું કે….

લંડનઃ વૃદ્ધા અવસ્થામાં મોટાભાગે લોકો દ્રષ્ટિ ગુમાવતા હોય છે અથવા તો તે નબળી પડે છે. આ સમયે વૃદ્ધોએ ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે. પરંતુ આજના સમયમાં બાળકો કરિયરમાં સેટલ થયા બાદ માતા-પિતાથી અલગ રહેવા લાગે છે. ભારત કરતા વિદેશમાં આવા કિસ્સા વધુ બનતા હોય છે, જોકે આ સ્થિતિ ભારતમાં પણ સર્જાઈ રહી છે. વૃદ્ધા અવસ્થામાં એક પણ ભૂલ કેટલી ભારે પડી શકે છે તેનું ઉદાહરણ ઈંગ્લેન્ડના ડર્બીશાયરમાં જોવા મળ્યું.

વૃદ્ધા અવસ્થામાં કરી જીવલેણ ભૂલઃ અહીં રહેતી 74 વર્ષીય એક મહિલાએ કિચનમાં ભોજન બનાવવા માટે કુકિંગ ઓઈલના સ્થાને એન્જિન ઓઈલમાં ચિપ્સ તળી હતી. આ ચિપ્સ મહિલાએ ખાધા નહોતા પરંતુ કિચનમાં રહેલા ધુમાડાના કારણે તેણે જીવ ગુમાવ્યો. આ શોકિંગ ઘટના ડર્બીશાયરના રિપ્લેની છે. મહિલાનું નામ કેરોલ ઓલ્ડફિલ્ડ હોવાનું સામે આવ્યું. એન્જિન ઓઈલમાં ચિપ્સ તળવાના કારણે ઘરમાં ઝેરી ધુમાડો ફેલાયો અને મહિલા માટે તે જીવલેણ સાબિત થયો.

ભૂખ લાગતા કરી આ મોટી ભૂલઃ વાસ્તવમાં મહિલાને અચાનક જોરદાર ભૂખ લાગી હતી. તેણે કિચનમાં જ થ્રી ઈન વન ઓઈલ રાખ્યું હતું. મહિલાએ તેના થકી જ ભોજન બનાવ્યું. પરંતુ યોગ્ય ના લાગતા તેણે બીજા રૂમમાં જઈ સુવાનો નિર્ણય કર્યો. મહિલા 2 કલાક બાદ ઊંઘમાંથી ઉઠી ત્યારે સંપૂર્ણ ઘરમાં ધુમાડો ફેલાયેલો હતો. મહિલાએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો. પરંતુ મહિલા ઘરની અંદર જ રહી અને ધુમાડા વચ્ચે શ્વાસ લેતી રહી. જેના કારણે ઝેરી ધુમાડો મહિલાના ફેફસા સુધી પહોંચી ગયો. ફાયર ફાઈટર્સે ઘરે પહોંચી બારી-દરવાજા ખોલી નાંખ્યા. પરંતુ તે સમયે મહિલાની તબિયત લથડી હતી.

અમુક દિવસ બાદ થયું મોતઃ ઘરના રૂમમાં ઘણા સમય સુધી ઊભા રહેવાના કારણે મહિલાને ચક્કર આવી રહ્યાં હતા. તેમને ઘટનાના અમુક દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ હોસ્પિટલમાં દાખલ થયાના 2 દિવસ બાદ મહિલાનું મોત થયું હતું. ડૉક્ટર્સે જણાવ્યું કે, એન્જિન ઓઈલના ધુમાડાના કારણે મહિલાનું શરીર અંદરથી બરબાદ થઈ ગયું હતું. આ ધુમાડાએ મહિલાના મગજ પર અસર કરી અને તેને ન્યૂમોનિયા પણ થઈ ગયો. ઘણા પ્રયાસ બાદ પણ ડૉક્ટર્સ મહિલાને બચાવી શક્યા નહીં.

You cannot copy content of this page