Only Gujarat

FEATURED International

પહેલાં તળાવ ગુલાબી થયું અને હવે અહીંયા બરફ ગુલાબી થઈ ગયો, વૈજ્ઞાનિકોનું બીપી વધ્યું

રોમઃ મહારાષ્ટ્રના લોનાર લેક બાદ ઈટાલી સ્થિત એલ્પ્સ પહાડો પરનો બરફ ગુલાબી રંગનો થઈ રહ્યો છે. યુરોપના સૌથી ઊંચા બરફીલા પહાડો પર હવે બરફનો રંગ સફેદ નહીં પણ ગુલાબી થઈ રહ્યો છે. આ અગાઉ મે મહિનામાં એન્ટાર્કટિકાનો બરફ લીલા રંગનો થવા લાગ્યો હતો. આ બંને વિચિત્ર કુદરતી પરિવર્તનોને કારણે વૈજ્ઞાનિકો ચિંતિત છે. કારણ કે આ પરિવર્તન જોવામાં સુંદર લાગે છે પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ જોખમી છે.

ઈટાલીના નેશનલ રિસર્ચ કાઉન્સિલના બિજિયો ડી મૉઉરોએ જણાવ્યું કે, આ એક પ્રકારની એલ્ગી છે, જેને એન્કાઈલોનેમા નૉર્ડેનસ્કિયોલ્ડી (Ancylonema Nordenskioeldii) કહેવાય છે. જેના કારણે પાનખર અને ઊનાળા દરમિયાન આમ જોવા મળે છે. પરંતુ તેના કારણે બનતા ડાર્ક ઝોન ખતરનાક છે. ડાર્ક ઝોન બનવાના કારણે બરફ ઝડપથી પીગળવા લાગે છે. આવી જ ઘટના ગ્રીનલેન્ડમાં પણ જોવા મળી હતી. આ સાથે એન્ટાર્કટિકાના બરફના પહાડો પર એલ્ગીનો હુમલો થયો હતો. જેથી ત્યાંનો બરફ લીલો થઈ ગયો હતો.

બરફ પીગળતાની સાથે આ એલ્ગી સૂર્યપ્રકાશના કારણે ઝડપથી પહાડો પર ફેલાવવા લાગશે. જેના કારણે પહાડોનું ફૂડ ચેન અને કુદરતી ચક્ર ખોરવાઈ શકે છે. જો આ રીતે જ એલ્ગી ફેલાતી રહી તો ઈટાલિયન એલ્પ્સના પહાડો વર્ષ 2100 સુધી બે તૃત્યાંશ પીગળી જશે. તાજેતરમાં મહારાષ્ટ્રના લોનાર લેકમાં આવુ જોવા મળ્યું હતું. અહીંનું પાણી ગુલાબી રંગનું થઈ ગયું હતું. પ્રવાસન દ્રષ્ટિએ આ ઘટના લાભદાયી અને કુદરતી દ્રષ્ટિએ ખતરનાક મનાય છે.
સામાન્ય રીતે સફેદ બરફ 80 ટકા રેડિએશનને વાતાવરણમાં પરત મોકલી દે છે. પરંતુ જો એલ્ગીના કારણે બરફ પીગળવા લાગશે તો આ રેડિએશનથી પૃથ્વી પર ઘણી ખરાબ અસર જોવા મળશે.

ઈટાલિયન એલ્પસના પાસો ગૈવિયા (Passo Gavia) નામના સ્થળે સૌથી વધુ ગુલાબી બરફ છે. આ સ્થળ 8590 ફૂટની ઊંચાઈએ આવેલું છે. જો અહીં ઝડપથી બરફ પીગળવા લાગશે તો પહાડ નીચેની વસ્તીવાળા વિસ્તારો માટે સમસ્યા સર્જાશે. અગાઉ એન્ટાર્કટિકાની તસવીર સફેદ આવતી હતી, પરંતુ હવે બરફમાં લીલા રંગનું મિશ્રણ સામેલ રહે છે. આ લીલો રંગ એન્ટાર્કટિકાના કિનારા વિસ્તારોમાં જોવા મળે છે. બની શકે કે આગામી સમયમાં સંપૂર્ણ એન્ટાર્કટિકામાં લીલા રંગનો બરફ જોવા મળે.

યુરોપિયન સ્પેસ એજન્સી સેન્ટીનલ-2 સેટેલાઈટ 2 વર્ષથી એન્ટાર્કટિકાની તસવીરો ક્લિક કરી રહ્યું છે. તેની તપાસ કર્યા બાદ કેમ્બ્રિજ યુનિવર્સિટી અને બ્રિટિશ એન્ટાર્કટિકા સરવેના વૈજ્ઞાનિકોએ પ્રથમવાર સંપૂર્ણ એન્ટાર્કટિકામાં ફેલાતા આ લીલા રંગનો નકશો તૈયાર કર્યો છે.વૈજ્ઞાનિકોના મતે એન્ટાર્કટિકામાં 1679 સ્થળે લીલા રંગના બરફના પુરાવા મળ્યા છે. આમ થવા પાછળનું કારણ સમુદ્રી એલ્ગી છે.

You cannot copy content of this page