Only Gujarat

Bollywood

દીપિકા હોય કે કરીના કે પછી શિલ્પા શેટ્ટી, એક કિસને કારણે આ એક્ટ્રેસિસ થઈ છે બદનામ

મુંબઈઃ બોલિવૂડ અને વિવાદો વચ્ચે જુનો સંબંધ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સના નામે કોઈને કોઈ વિવાદ જરૂર હોય છે. આવા જ વિવાદોમાંથી એક છે કિસિંગ વિશે. આજે ઈન્ટરનેશનલ કિસિંગ ડેના અમે તમારી સમક્ષ બોલિવૂડની વિવાદાસ્પદ Kiss વિશે જણાવી રહ્યાં છીએ.

કરીના કપૂર અને બિપાશા બાસુઃ આ તસવીર IIFA એવોર્ડની પ્રેસ કોન્ફરન્સની છે. બિપાશા અને કરીના તે સમયે મળ્યા ત્યારે આ ઘટના બની હતી. વાસ્તવમાં બિપાશા એક્ટ્રેસ કરીનાના ગાલ પર કિસ કરવા જઈ રહી હતી પરંતુ બંને ટકરાતા લિપ કિસ થઈ અને તે તસવીર વાઈરલ થઈ હતી.

મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટઃ બોલ્ડ ફિલ્મ્સ બનાવતા મહેશ ભટ્ટ વાસ્તવિક જીવનમાં પણ ઘણા બોલ્ડ છે. તેમણે પોતાના જીવનમાં ઘણા વિવાદોના સામનો કર્યો છે. જેમાંથી એક વિવાદ હતો દીકરી પૂજા ભટ્ટ સાથેનો ફોટોશૂટ. સ્ટારડસ્ટ મેગેઝીનના કવર માટે કરાવેલો આ શૂટ અંગે ઘણો વિવાદ થયો હતો. જોકે પછીથી મહેશ ભટ્ટે તેને ફેક બતાવ્યો હતો.

મીકા સિંહ અને રાખી સાવંતઃ મીકા સિંહ અને રાખી સાવંતનો કિસિંગ વિવાદ તો કોઈ નહીં ભૂલ્યું હોય. વર્ષ 2006માં બર્થ-ડે પાર્ટીમાં મીકાએ રાખી સાવંતને અચાનક કિસ કરી હતી. જે પછી રાખીએ તેની પર કેસ કર્યો હતો. આજે પણ લોકો મીકાને આ ઘટના અંગે પ્રશ્નો કરતા રહે છે.

શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેરઃ દિલ્હીના એક એડ્સ અવેરનેસ કાર્યક્રમ દરમિયાન હોલિવૂડ એક્ટરે શિલ્પા શેટ્ટીને અચાનક કિસ કરતા તમામ લોકો ચોંક્યા હતા. રિચર્ડ પહેલા શિલ્પા શેટ્ટીને ગળે મળ્યા અને પછી તેને પાછળ તરફ ઝૂકાવી ગાલ પર કિસ કરી હતી. આ ઘટનાથી શિલ્પા પણ ચોંકી હતી.

દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાઃ વર્ષ 2013માં દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાના કિસ પર ઘણો વિવાદ થયો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે દીપિકા સિદ્ધાર્થ સાથે આઈપીએલ મેચ જોવા ગઈ હતી. RCB અને KKR વચ્ચેની મેચમાં RCB જીતતા સિદ્ધાર્થે સૌની વચ્ચે દીપિકાને કિસ કરી હતી. આ અંગે ઘણા દિવસ સુધી ચર્ચા ચાલતી રહી.

બિપાશા બાસુ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોઃ પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બિપાશા બાસુની કિસની ઘટના પણ ઘણી વિવાદમાં રહી હતી. વર્ષ 2007માં આ તસવીર વાઈરલ થતા આ મુદ્દે ઘણા સવાલ ઉઠ્યા હતા.

પ્રતીક બબ્બર અને એમી જેક્સનઃ એક સમયે પ્રતીક અને એમીના અફેરની ચર્ચા હતી, પરંતુ બંનેએ આ અફવાઓને ખોટી ગણાવી હતી. આ દરમિયાન બંનેની કિસ કરતા સમયની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જે પછી બંનેના સંબંધોની વાસ્તવિકતા સૌની સામે આવી ગઈ હતી.

કરીના કપૂર અને શાહીદ કપૂરઃ શાહિદ અને કરીના કપૂર, બોલિવૂડના સૌથી લોકપ્રિય અને ફેવરિટ જોડીમાંથી એક હતા. બંનેના સંબંધો મામલે ફેન્સ ઘણા ખુશ હતા અને તેમના બ્રેકઅપની ઘટનાથી ફેન્સને આઘાત લાગ્યો હતો. જોકે બ્રેકઅપ અગાઉ બંનેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યાં હતા. બંનેનો અન્ય એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં કરીના કપૂર સ્ટ્રિપ કરી રહી હતી.

You cannot copy content of this page