Only Gujarat

Bollywood FEATURED

એક સમયે 11 વર્ષ મોટી અભિનેત્રી રેખા સાથે લગ્ન કરવા માગતો હતો સલમાન ખાન, જાણો કેમ

મુંબઈઃ સલમાન ખાને ઘણી ફિલ્મમાં રોમેન્ટિક રોલ પ્લે કર્યાં છે, પણ આજ સુધી તેમના ફેન્સ સલમાન ખાનના લગ્નની રાહ જોઈ રહ્યાં છે. આમ તો, સલમાન ખાનના લગ્ન અંગે અનેક અફવાઓ ઉડી હતી. બૉલિવૂડમાં સલમાન ખાનનું નામ ઘણી એક્ટ્રસ સાથે ચર્ચામાં રહ્યું હતું. આ દરમિયાન સલમાન ખાનનો એક જૂનું ઇન્ટરવ્યૂ ફરતો થયો છે, જેમાં સલમાન ખાન તેમના લગ્ન અને અનમેરિડ હોવા અંગે વાત કરી રહ્યો છે.

સલમાન ખાનનું નામ અત્યારે મોસ્ટ એલિજેબલ બેચલરમાં સામેલ છે. એવામાં તેમના લવ-અફેરના કિસ્સા ઓછા નથી.

સલમાન ખાનનું નામ સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાયથી કૅટરિના કૅફ સહિતની એક્ટ્રસ સાથે જોડાયેલું છે. એટલું જ નહીં સલમાન ખાન હંમેશાં ફિલ્મ અને શૉ કરવામાં વ્યસ્ત રહ્યાં અને લગ્ન કરવા વિશે વિચાર્યું નહીં.

સલમાન ખાને અંગે રેખાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘સલમાન ખાન મને દરેક સમયે ફૉલો કરતો હતો, હું જ્યાં જતી હતી ત્યાં તે મારી પાછળ-પાછળ આવતો હતો. આ તે સમયની વાત છે જ્યારે બંને પાડોશી હતાં.’ સલમાન ખાન રેખાની એક ઝલક માટે તેમના યોગા ક્લાસ પણ એટેન્ડ કરતો હતો.

સલમાન ખાને પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે રેખા અંગે ખૂબ જ ક્રેઝી હતો અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો.’ સલમાન ખાને ત્યાં સુધી કહ્યું હતું કે, ‘તેમણે રેખાને લીધે કોઈ સાથે લગ્ન પણ નહોતા કર્યાં અને જેને લીધે તે અત્યાર સુધી કુંવારો છે.’

જ્યારે રેખાને સલમાન ખાનની આ વાતની જાણ થઈ તો તેમણે મજાકના અંદાજમાં કહ્યું હતું કે, ‘કદાચ મારા પણ લગ્ન એટલાં માટે થયાં ન હોય.’’

એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે, ‘તે સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માગે છે. બંનેના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી.’ જાસિમ ખાને સલમાન ખાનની બાયોગ્રાફી બીઈંગ સલમાનમાં લખ્યું છે કે, ‘સલમાન-સંગીતા 27 મે, 1994એ લગ્ન કરવાના હતાં, પણ અચાનક જ બધું બદાલાઈ ગયું અને લગ્ન થઈ શક્યાં નહીં.’

સલમાન ખાને પણ વાત સ્વીકારી હતી કે, ‘તેમના અને સંગીતાના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતાં, પણ સંગીતાએ લગ્ન તોડી દીધાં કેમ કે, તેમણે મને બીજી છોકરી સાથે પકડ્યો હતો.’

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ તેમની અપકમિંગ ફિલ્મ ‘રાધે’નું બાકી રહેલું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના એક સ્ટૂડિયોમાં થશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે દિશા પટની, જેકી શ્રૉફ, રણદીપ હુડ્ડા લીડ રોલમાં જોવા મળશે અને ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page