Only Gujarat

Bollywood

‘ભલ્લાલદેવ’ના લગ્નમાં આ રીતે તૈયાર થઈ પહોંચી નાગાર્જુન અને ચિરંજીવીની વહુ

મુંબઈઃ ‘બાહુબલી’ ફિલ્મ ફૅમ ભલ્લાલદેવ એટલે કે રાણા દગ્ગૂબાતી અને મિહિકા બજાજ શનિવારે, 8 ઑગસ્ટે લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. લગ્ન પહેલાં પીઠી અને મહેંદીની રસમમાં હૈદરાબાદના રામાનાયડૂ સ્ટૂડિયોમાં થઈ હતી. કોરોના વાઇરસને લીધે લગ્નમાં કપલના પરિવારના મેમ્બર્સ ઉપરાંત કેટલાંક સંબંધી, ખાસ મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 30 લોકો સામેલ હતાં. લગ્નમાં નાગાર્જુનની વહુ સમાંથા અને દીકરો નાગા ચૈતન્ય, ચિરંજીવીની વહુ ઉપાસના અને દીકરો રામચરણ તેજા પણ આવ્યાં હતાં.

રાણા દગ્ગુબાતીની લગ્નમાં નાગાર્જુનની વહુ સમાંથા બ્લૂ કલરની રૉ મેંગો સાડીમાં જોવા મળી હતી તો તેમના પતિ નાગા ચૈતન્ય સિમ્પલ કુર્તા-પઝામામાં જોવા મળ્યાં હતાં.

સમાંથાએતેમના લુક હેવી ઇયરિંગ અને નેકલેસથી કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તો ચિરંજીવીની વહુ ઉપાસના ક્રીમ અને લાઇટ યલો કલરની સાડીમાં આવી હતી. ઉપાસનાએ તેમના લુકને કો મેચિંગ બ્રેસલેટ અને નેકલેસથી કમ્પલીટ કર્યો. તો તેમના પતિ રામચરમ તેજાએ ક્રીમ કલરનો કુર્તો-પઝામો પહેર્યો હતો.

રાણા અને મિહિકાના લગ્નમાં સમાંથા અક્કિનેની, નાગા ચૈતન્ય, રામ ચરણ તેજા અને અલુ અર્જુને લગ્નમાં આવી નવદંપતી શુભેચ્છા આપી હતી. સાત ફેરા લેતા પહેલાં રાણાએ તેમની વહુને સગાઈની વીંટી પહેરાવી હતી.

લગ્નમાં ફોટો ક્લિક કરાવતી નાગાર્જુનની વહુ સમાંથા. બીજી તરફ માસ્ક પહેરેલા રામચરણ તેજા અને રાણા દગ્ગુબાતી.

લગ્ન દરમિયાન ફેરા લેતી વખતે રાણા દગ્ગુબાતી અને તેમની વહુ મિહિકા બજાજ.

લગ્ન દરમિયાન કંઈક આ રીતે તૈયાર થઈ હતી રાણા દગ્ગુબાતીની દુલ્હન મિહિકા બજાજ.

You cannot copy content of this page