Only Gujarat

Bollywood FEATURED

કરીના કપૂરની દીકરીએ પાર કરી તમામ હદો, ત્રીજી જ ફિલ્મમાં આપ્યા ભરપૂર કિસિંગ સીન

મુંબઈઃ ‘લવ આજ કલ’માં સારા અલી ખાન તથા કાર્તિક આર્યન સાથે જોવા મળશે. ફિલ્મમાં ન્યૂ કમર આરૂષિ શર્મા છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં કાર્તિક તથા સારાની કેમિસ્ટ્રી કમાલની જોવા મળી હતી. ટ્રેલરમાં સારા અલી ખાન ઘણી જ બોલ્ડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સારાની દાદી તથા એક્ટ્રેસ શર્મિલા ટાગોરે 60-70ના દાયકામાં ફિલ્મમાં બિકીની પહેરીને ધમાલ મચાવી દીધી હતી.

કાર્તિક સાથે લિપલોક સીન આપ્યા
‘કેદારનાથ’ તથા ‘સિમ્બા’ બાદ ‘લવ આજ કલ’માં સારા અલી મોર્ડન વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી. તે કરિયર ઓરિએન્ટેડ યુવતીના રોલમાં છે અને ઘણી જ બોલ્ડ છે. કાર્તિક સાથે તેણે લિપલોક સીન પણ આપ્યા છે. આ પહેલાં તેણે ‘કેદારનાથ’માં પણ આ સીન આપ્યા હતાં. જોકે, ‘લવ આજ કલ’માં સારાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે. આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા છે.

ફિલ્મમાં કાર્તિક ડબલ રોલમાં છે. ફિલ્મ 1990 તથા 2020 એમ બે ટાઈમ ઝોનમાં ચાલે છે. 1990માં કાર્તિકની સાથે આરૂષિ શર્મા છે અને 2020માં સારા અલી ખાન છે. આ ફિલ્મને ઈમ્તિયાઝ અલીએ ડિરેક્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે 2009માં આવેલી સૈફ અલી ખાન તથા દીપિકાની ફિલ્મ ‘લવ આજ કલ’ની સીક્વલ છે. સારા-કાર્તિકની ફિલ્મનું શૂટિંગ દિલ્હી તથા હિમાચલમાં કરવામાં આવ્યું છે.

ફિલ્મ દરમિયાન સારા તથા કાર્તિક એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં. જોકે, વચ્ચે એવા સમાચાર હતાં કે બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે અને હાલમાં તેઓ પોતાના કામ પર ફોકસ કરવા માગે છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page