Only Gujarat

Bollywood FEATURED

માતાની લાશ આગળ બેસીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી સલમાનની બહેન અને પછી…

મુંબઈ: સલમાન ખાનની બહેન અને સલીમ ખાનની દીકરી અર્પિતા આજે છઠ્ઠી વેડિંગ એનિવર્સરી છે. અર્પિતાએ આજથી 6 વર્ષ પહેલાં 18 નવેમ્બરે આયુષ શર્મા સાથે સાત ફેરા લીધા હતા. આયુષ અને અર્પિતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા ફોટો શેર કરી એકબીજાને એનિવર્સરીની શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનીય છે કે અર્પિતા સલીમ ખાને દત્તક લીધેલી દીકરી છે. અર્પિતાને વર્ષ 1981માં સલીમ ખાને દત્તક લીધી હતી. તે વખતે એવું થયું હતું કે, સલીમ ખાનને સવારે પત્ની સાથે ચાલવા જવાની ટેવ હતી. એક દિવસ સલીમ ખાન જ્યારે ચાલીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે એક મૃત મહિલા રોડ પર પડેલી છે અને તેમની પાસે એક નાની છોકરી બેસીને રડતી હતી. આ જોઈ સલીમ ખાનનું દિલ ઓગળી ગયું અને તે પોતાની સાથે રડતી છોકરીને ઘરે લઈ આવ્યા. આ પછી તે નાની છોકરીને સલીમ ખાન અને હેલનને દત્તક લીધી.

તે વખતે સલીમ ખાન સાથે ઇન્દોરની હોલ્કર કોલેજમાં તેમની સાથે સ્ટડી કરનારા શરદ જોશી પણ હાજર હતા. ત્યારે સલીમે શરદ જોશીને દીકરીનું નામ રાખવા માટે કહ્યું. ત્યારે શરદ જોશીએ કહ્યું કે, ‘આ દીકરી તમને અર્પિત થઈ છે એટલે તેનું નામ અર્પિતા હોવું જોઈએ.’

પાંચ ભાઈ-બહેનોમાં અર્પિતા ખાન સૌથી નાની છે. સલીમ ખાનના બાળકોમાં સૌથી મોટા છે સલમાન ખાન, પછી અરબાઝ ખાન, સોહેલ ખાન, અલ્વિરા ખાન અને સૌથી નાની છે અર્પિતા. અર્પિતાએ લંડન કોલેજ ઓફ ફેશનથી ફેશન માર્કેટિંગ અને મેનેજમેન્ટની ડીગ્રી હાંસલ કરી છે. અત્યારે તે મુંબઈમાં આર્કિટેક તરીકે એક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કામ કરી રહી છે.

અર્પિતાએ આ અવસરે તેમના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી એક ઇમોશનલ મેસેજ લખ્યો હતો. તેમણે લખ્યું કે, ‘મારા દોસ્ત હોવાથી મારા પતિ હોવા સુધી, આપણે જે સફર માણીએ છીએ. જેને સાથે મળીને નક્કી કરીએ છીએ. મને ખુશી છે કે આપણે 6 વર્ષ પહેલાં જીવનને એક બીજા સાથે જોડ્યું. હેપી એનિવર્સરી માય લવ. પહેલી વાર આપણે એક સાથે એનિવર્સરી સેલિબ્રેટ કરતાં નથી પણ, સૌથી સારું લાગે છે કે એક સાથે ઘણાં વર્ષ, ખુશી, ગપશપ, ઝઘડા, મતભેદ અને હું તમને પ્રેમ કરું છું.’

આયુષે પોતાની પત્નીને બાહોમાં લઇ કિસ કરતા એક ફોટો શેર કર્યો છે. તેમણે અર્પિતાના નામે એક સ્પેશિયલ નોટ પણ લખી છે. તેમણે લખ્યું, ‘લગ્નની એનિવર્સરીની શુભેચ્છા મારો પ્રેમ અર્પિતા શર્મા. આપણા લગ્નને 6 વર્ષ થઇ ગયા છે, પણ એવું લાગે છે કે હું તને હંમેશાથી જાણું છું. 6 વર્ષમાં તારી નાદાનિયા અને નાની મોટી ખુશીઓ મેળવી લેવી. તારા જેવો પાર્ટનર મેળવીને હું નસીબદાર છું. ખૂબ મારો પ્રેમ.’

અર્પિતા અને આયુષની પહેલી મુલાકાત વર્ષ 2013માં એક પાર્ટીમાં થઈ હતી. બન્ને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. આયુષ અને અર્પિતાને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

ઘણીવાર મળ્યા પછી આયુષે અર્પિતાને એક પાર્ટી દરમિયાન ઢીંચણ પર બેસી પ્રપોઝ કર્યું હતું. સૌની સામે ઢીંચણ પર બેસી પ્રપોઝ કર્યું હતું. આ ક્ષણ અર્પિતા માટે સૌથી ખાસ હતી.

આયુષના પ્રપોઝલને અર્પિતાએ ના પાડી નહીં. અર્પિતાની હા પછી બંનેના પરિવારજનો એકબીજાને મળ્યા અને તેમના લગ્ન નક્કી કર્યા.

અર્પિતા-આયુષના લગ્ન હૈદરાબાદના ફલકનુમા પેલેસ હોટેલમાં થયા હતા. આ લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા અને ખૂબ એન્જોય કર્યું હતું.

અર્પિતા-આયુષના લગ્નનું રિસેપ્શન 21 નવેમ્બરે હોટલ તાજ લેન્ડ્સમાં થયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાહરુખ ખાન, અમીર ખાન, પ્રિયંકા ચોપડા, કરણ જોહર, સાનિયા મિર્ઝા, કેટરીના કેફ સહિતની બોલિવૂડ, રાજકીય અને બિઝનેસ વર્લ્ડની ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી.

અર્પિતા અને આયુષના બે બાળકો છે આહિલ અને આયાત. આયતનો જન્મ મામા સલમાન ખાનના જન્મદિવસના દિવસે જ ગયાં વર્ષે થયો હતો.

You cannot copy content of this page