Only Gujarat

Bollywood FEATURED

Inside story: સાત દિવસની અંદર જ છૂપાયેલો હતો સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો રાજ

કોરોનાના કારણે મુંબઇમાં પણ લોકડાઉન લાગુ હતું. શૂટિંગ પણ બંધ, ઘરે આવન-જાવન પણ બંધ પરંતુ તેમ છતા સાત જુનની રાત સુધી બધુ બરાબર હતું. સુશાંત પોતાની ગર્લફ્રેન્ડ રિયા સાથે એક જ ઘરમા રહેતો હતો. રિયાને સાથ રહેવાને હવે ત્રણ મહિના થઇ ચૂક્યા હતા. પરંતુ આઠ જુનની સવારે અચાનક એક એવા સમાચાર સામે આવે છે કે સુશાંત અચાન પરેશાન થઇ જાય છે. પછી રિયા અને સુશાંતમાં ઝઘડો થાય છે અને રિયા પોતાનો સામાન લઇ સુશાંતના ઘરેથી નીકળી જાય છે.

7 જુન 2020: એ રાત સુધી બધુ બરાબર હતું. સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં એકદમ સામાન્ય હતો. તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી માર્ચથી તેની સાથે આ ઘરમાં જ રહેતી હતી. લોકડાઉનના કારણે શૂટિંગ બંધ હતું અને બહાર આવવા જવાનું પણ બંધ હતું. સુશાંતના મિત્રો અને નોકર ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. જ્યારે સુશાંત અને રિયા ફર્સ્ટ ફ્લોર પર.

8 જુન 2020: સવાર સવારમાં સુશાંતને ખબર પડે છે કે તેની પૂર્વ સેક્રેટરી દિશા સાલિયાને મલાડના જનકલ્યાણ નગરની એક સોસાયટીમાં 14માં માળેથી કૂદી આપઘાત કરી લીધો. દિશાને સુશાંત અને રિયા બંને સારી રીતે ઓળખતા હતા. જ્યારેદિશાને સુશાંતને મળવનારી રિયા જ હતી. દિશાએ જ્યારે આપઘાત કરયો તો તેનો મંગેતર તેની સાથે જ હતો. દિશાના આપઘાતના સમાચાર સાંભળી સુશાંત હેરાન હતો.

દિશાના મૃત્યુના સમાચાર સાંભળી અચાનક ઘરનો માહોલ બદલાઇ જાય છે. રિયા અને સુશાંત વચ્ચે ઝઘડો થાય છે. પછી બપોર થતા થતા રિયા પણ પોતાનો સામાન લઇને ઘર છોડી દે છે. રિયા એવું કહીને જાય છે કે હવે ક્યારેય નહીં આવે. એટલું જ નહીં ઘરેથી નીકળ્યા બાદ તે સુશાંતનો નંબર પણ બ્લોક કરી દે છે. પૂર્વ સેક્રેટરીનો આપઘાત અને રિયાનું ઘર છોડી જવાથી સુશાંત પરેશાન થઇ જાય છે. સુશાંત મુંબઇમાં રહેતી પોતાની બહેન મીતુને ફોન કરે છે. મીતુ સુશાંતને સમજાવે છે તઅને ફોન પર જ તેને સાંત્વના આપે છે.

9 જુન 2020- સવારે ન્યૂઝ પેપરમાં સુશાંતની પૂર્વ સેક્રેટરીના આપઘાતના સમાચાર છપાઇ ચૂક્યા હતા. સમાચારમાં સુશાંતનું પણ નામ હતું. આ વાંચી સુશાંચ વધુ પરેશાન થઇ ગયો. મીતુને ફોન કરે છે. મીતુ ભાઇને પરેશાન જોઇ સુશાંતના ઘરે પહોંચી જાય છે. આ દરમિયાન સુશાંત મીતુને રિયા સાથે થયેલા ઝઘડા અંગે પણ તમામ વાતો જણાવે છે. દિશાનું મૃત્યુ અને રિયાનું ઘરેથી ઝઘડો કરી જવું સુશાંતને ખુબ જ પરેશાન કરી દે છે.

સુશાંતને પરેશાન જોઇ મીતુ અમેરિકામાં રહેતી પોતાની બહેન શ્વેતા સાથે વાત કરે છે. તે તેને દિશાના આપઘાત અને રિયાના ઝઘડા અંગે પણ જણાવે છે. આ જાણ્યા બાદ શ્વેતા અમેરિકાથી 9 જુનની રાતે સુશાંતને વોટ્સએપ કરે છે અને સુશાંતને તેની પાસે અમેરિકા આવી જવાનું કહે છે. શ્વેતાના આ વોટ્સએપનો જવાબ સુશાંત 10 જુનની સવારે આપે છે અને લખે છે કે મારું પણ ખુબ જ મન કરે છે દી. આ વોટ્સએપ ચેટનો સ્ક્રીન શોટ ખુદ શ્વેતાએ જ શેર કર્યા છે.

12 જુન 2020 – ત્રણ દિવસ સુધી સુશાંત સાથે રહ્યા બાદ મીતુ પોતાના ભાઇને સમજાવી પરત પોતાના ઘરે જતી રહે છે. કારણ કે મીતુના બાળકો નાના છે આથી બાળકો પાસે જવું પણ જરુરી હતું અને જતા પહેલા મીતુએ સુશાંતને સારી રીતે સમજાવ્યો હતો.

પરંતુ મીતુના જવા બાદ બે દિવસથી 14 જુનની બપોર સુશાંતની લાશ તેના બેડરૂમમાં પંખા સાથે લટકતી મળે છે. સુશાંતના નોકરે રૂમનો દરવાજો ન ખોલવા પર સૌથી પહેલો કોલ મીતુને જ કર્યો હતો. મીતુ તુરંત દોડી સૂશાતના ઘરે પહોંચે છે અને પછી મીતુની સામે જ તાળું તોડી દરવાજો ખોલવામાં આવ્યો.

એટલે કે કુલ મળી સુશાંતના મૃત્યુની કહાનીનું અસલી સત્ય 8 જુનથી 14 જુન વચ્ચે જ છૂપાયેલું હતું. જેની શરૂઆત પૂર્વ સેક્રેટરીના આપઘાતથી થઇ હતી. તો શું દિશાનો આપઘાત સુશાંતના મૃત્યુનું કારણ બન્યું ? અથવા દિશાના આપઘાત બાદ રિયા ઘર છોડી જવાનું ? આ સત્યને સમજવા માટે ફરી એકવારથી 8 જુન એટલે કે દિશાનો આપઘાતનો દિવસથી સમગ્ર કહાની સમજવી જરૂરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page