Only Gujarat

Religion

કર્કનું વાર્ષિક રાશિફળઃ મકાન ખરીદવાની ઈચ્છા થશે પૂરી ને આવકમાં થશે બમ્પર વધારો

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ કર્ક રાશિના (ડ.હ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિ સાતમા સ્થાનેથી પસાર થાય છે સાથે જ ગુરુ દેવ આપની રાશિથી સાતમા સ્થાને થી પસાર થાય છે ત્યારે આપણા દામ્પત્ય જીવનમાં સુધારો જોવા મળે અને ગેર સમજો દૂર થાય. કોર્ટ–કચેરીનાં કામકાજોનો ઉકેલ આવશે. નવા રોકાણોથી લાભ થશે. આરોગ્યના પ્રશ્નોનું નિવારણ આવશે. આવકનાં સાધનો ઊભા થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. દેવું ચુકતે કરી શકો સાથે જ નાણાંભીડ દૂર થશે. પ્રેમસંબંધોમાં સાવધાની રાખવી. અવિવાહિત માટે મનની મુરાદો પૂર્ણ થાય. સંતાનોના આરોગ્યની કાળજી લેવી. નિઃસંતાન દંપત્તિ માટે સંતાનપ્રાપ્તિનાં ઉત્તમ યોગો છે. આરોગ્યમાં સુધારો જણાશે. નોકરી–ધંધામાં સફળતા મળશે. યાત્રા–પ્રવાસમાં સફળતા મળે. વિદ્યાર્થી વર્ગ માટે સારું પરિણામ મળશે. વાહન–મકાન–મિલકતના વર્ષ દરમ્યાન ખરીદી શકાય.

કાર્યક્ષેત્ર: વેપારીવર્ગ અને નોકરિયાતવર્ગ માટે વર્ષ અતિ ઉત્તમ બની રહે સાથે મહત્વના કરાર સંભવ થાય સાથે જ કેટરિંગ તેમજ જમીન સાથે જોડાયેલા વ્યક્તિઓને માટે મધુર તક જોવા મળી શકે છે, એપ્રિલ થી જૂનમાં પ્રમોશન મળી શકે છે અને અધિકારીનો મળી શકે.

પરિવાર: પારિવારિક માધુર્યતા જળવાઈ રહેશે સાથે પારિવારિક યાત્રા-પર્યટનનું આયોજન સંભવ બને. અવિવાહિત લોકો માટે માર્ચ થી જુલાઈ મહિના સુધીનો સમય સાનુકૂળતા જળવાઈ રહેશે. વર્ષદરમ્યાન આપણા વ્યવહારથી મન દુઃખ ના થાય તેની તકેદારી રાખવી। પ્રેમ લગ્ન માટે વિશેષ ધ્યાન રાખી આગળ વધવું હિતાવહ રહેશે.

નાણાકીય: વર્ષના પ્રારંભથી જ આવક નો વધારો થતો જોવા મળે સાથે જ કોઈ નવી વસ્તુ ખરીદાય। જે લોકો જમીન, કાપડ, સેલ્સમેન, જ્વેલરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને મન ની મુરાદો પુરી થશે પરંતુ રાજકીય કાર્ય સાથે સાંકડેલાં વ્યક્તિઓ એ વિશેષ ધ્યાન રાખવું. એકંદરે નાણાકીય રીતે સ્થિતિ સારી જળવાઈ રહે.

સ્ત્રી વર્ગ: આપણી મનોકામનાઓ પાર પડતી જણાય સાથે અપરણિત લોકોને એપ્રિલ મહિના સુધી મહત્વની વાત આગળ વધે. વર્ષ દરમ્યાન કાર્યક્ષેત્ર માં બઢતી – બદલી સંભવ બને અને ગૃહિણીઓ ને પારિવારિક પ્રેમ માં વધારો જણાય પરંતુ વર્ષના મધ્યાહ્ન પછી વ્યવહારિક દ્રષ્ટિ એ સાચવી ને આગળ વધવું.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને સાહસનું મધુર પરિણામ ચાખવું મળે સાથે જ સ્પોર્ટ્સ સાથે સંકાળેયેલા વ્યક્તિઓને સુવર્ણ તક જોવા મળે. વિદેશ જવા ઇચ્છુક જાતકો એ વિષે ધ્યાન રાખવું પરંતુ એકંદરે ઉચ્છ અભ્યાસ માં સફળતા જણાય.

સ્વાસ્થ્ય: વર્ષદરમ્યાન જુના રોગમાં થી બહાર નીકાળવામાં મુશ્કેલી અનુભવાય સાથે આંખ અને પેટ સંબંધી સમસ્યા ના આવે તેની તકેદારી રાખવી એકંદરે વર્ષદરમ્યાન આરોગ્યક્ષેત્રે સાચવી ને ચાલવું હતાવહ રહે.

શુભ ઉપાય: જાતકો એ શિવ અને વિષ્ણુ પૂજા વિશેષ કરાવી સાથે જ નિત્ય તેમના સ્તોત્ર નો પાઠ કરવો. યોગ્ય જગ્યાએ દાન-પુણ્ય કરવા હિતકારી બની રહેશે.

You cannot copy content of this page