Only Gujarat

Religion

નવરાત્રિના સાતમા દિવસે ‘માં કાલરાત્રિ’ કયા રાશિના જાતકની મનોકામના કરશે પૂર્ણ? વાંચો રાશિફળ

રાશિફળ: 23-10-2020: નવરાત્રિના સાતમા દિવસે “માં કાલરાત્રિ” કયા રાશિના જાતકની  મનોકામના પૂર્ણ! જુઓ તમારું રાશિફળ..

નવરાત્રિના સાતમા દિવસેમાં નવદુર્ગાના સાતમા સ્વરૂપ માં “કાલરાત્રિ”નું પૂજન-અર્ચન થાય છે. તેમના દેહનો રંગ ગાઢો અંધકારની જેમ એકદમ કાળો છે, માથાના વાળ વિખરાયેલા છે, ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે, જેમના ત્રણ નેત્ર છે અને આ ત્રણને તો બ્રહ્માંડની જેમ ગોળ છે અને જેમાંથી વીજળીના ચમકારા થતા રહે છે તેમના નાસિકામાંથી અગ્નિ ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે અને તેમનું વાહન ગદર્ભ છે. આજે તેમની પૂજા અને નીચેના મંત્રનો જાપ કરવાથી મનુષ્યના શત્રુ બુદ્ધિનો નાશ, સુખ અને શાંતિ ની પ્રાપ્તિ કરાવે છે.


મેષઃ આજે કોઈ અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે સાથે જ કાર્યક્ષેત્રમાં સામાન્ય બોજ જણાય, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે,વિશ્વાસઘાતથી બચવું.

  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય, નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ છે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં વૃદ્ધિ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર થતા જણાય.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

વૃષભઃ આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, આવક જાવક નું પલ્લું જળવાઈ રહે, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે, નવી તકનું  નિર્માણ સંભવ.
  • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, પારિવારિક કલેશથી દુર રહેવું.
  • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: પરિક્ષામાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળેશે.
  • સ્વાસ્થ્ય: જુનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

મિથુનઃ આજે તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે સાથે બીજા પ્રત્યે આદરભાવ રાખવો,કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ, અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય.

  • કાર્યક્ષેત્ર: નવા કાર્ય કરવા પ્રેરીત થવાય, કાર્યક્ષેત્રના કામકાજમાં સફળતા મળે.
  • પરિવાર:  પારિવારિક સાનુકૂળતા જળવાઈ રહેશે, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ભાગીદારીમાં મધ્યમ.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

કર્કઃ આજે શુભ કાર્યોની શરૂઆત થતી જણાય સાથે જ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો, કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ.

  • કાર્યક્ષેત્ર: નવી તકનું નિર્માણ સંભવ, અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય, પારિવારિક સમય યાદગાર બની રહે.
  • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

સિંહઃ આજે ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય, પડતર પ્રશ્નો વધુ લંબાતા જણાય, નવસર્જન ના વિચાર આવે, જમીન રોકાણમાં લાભદાયી જણાય, કાયદાકીય બાબતોમાં સફળતા જણાય, દાનકાર્ય સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, નવા પરિવર્તન સંભવ.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

કન્યાઃ આજે ગૃહજીવનની બાબતો વધુ ગુંચવાતી જણાય, પારિવારિક  કોઈ નવા નિર્ણયો લઈ શકાય, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.

  • કાર્યક્ષેત્ર: વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો, યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

તુલાઃ આજે ન બોલવામાં નવ ગુણ સમજવા સાથે જ નવી તકને ઝડપવામાં વિલંબના કરવો, જુના પડતર કાર્યો સમાપ્ત થતા જણાય, ભાગીદારીમાં સાચવવું, કારકિર્દીમાં સ્થિતિ મજબુત જણાય, વિદેશમાં થી સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

વૃશ્રિકઃ  આજે અંગત જીવનમાં મધુરતા જણાય, મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, સામાજિક મુશ્કેલીઓનું સમાધાન જણાય, જૂની વાતોને ભૂલી આગળ વધવું હિતાવહ, આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપની મહેનત રંગ લાવતી જણાય તથા કર્મચારીનો સહયોગ સારો મળી શકે.
  • પરિવાર: દિવસભર કૌટુંબિક સુખ સારું જણાય, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ હિતાવહ, મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી ને સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

ધનઃ આજે સંશોધન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિને વિશેષ તક મળતી જણાય, ઉતાવળીયો નિર્ણય નુકસાન કરાવી શકે છે, ક્રિએટીવ વિચારો આવે, નવા કાર્યનો શુભારંભ સંભવ બને, ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી.
  • પરિવાર: વૈવાહિક જીવનનાં પ્રશ્નોનોનો સકારાત્મક ઉકેલ જણાય, સામાજિક કાર્યમાં બહાર જવાનું થાય.
  • નાણાકીય: આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, નાણાવ્યય વધતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર:  ॐ कालरात्र्यै नमः

મકરઃ આજે પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં સાથે જ રાજકીયક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, આપના નવા કર્યોનો શુભારંભ સંભવ બને અને ક્રિએટીવ વિચારો આવે, નવા કાર્યનો શુભારંભ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: નવી યોજના પર કાર્ય આગળ વધે, કાર્યક્ષેત્રમાં આત્મા રેડી દઈને કાર્ય કરશો.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય તથા પારિવારિક માધુર્યતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં વિચારીને પગલુ ભરવુ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

કુંભઃ આજે ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં, રાજકીયક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓને વિશેષ લાભ જણાય, આપના નવા કર્યોનો શુભારંભ સંભવ, દિવસ ધીરજતાપૂર્વક પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ, કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે.
  • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં વિચારીને પગલુ ભરવુ, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ कालरात्र्यै नमः

મીનઃ આજે વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રે સ્થાન પરિવર્તન સંભવ બને, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, સાંજના કામ માં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: નવીન કાર્યરચના સંભવ, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નોના કારણે મનભેદ-મતભેદ જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું,  નવા સાહસો વિચારી ને કરવું.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર:   ॐ कालरात्र्यै नमः
You cannot copy content of this page