Only Gujarat

Religion

આ છે ભારતનું એકદમ અલગ જ મંદિર, પુરૂષ બને છે સ્ત્રી ને થાય છે દરેક ઈચ્છા પુરી

કેરલ: નવરાત્રિના પર્વમાં ભક્ત દેવીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાન સાથે માતા દૂર્ગાને નવા સ્વરૂપોની પૂજા-આરાધના કરે છે. આપણા દેશમાં તીર્થ-સ્થાનોમાં પૂજા-પાઠને લઈ તમામ પ્રકારની પરંપરાઓ છે. જેને લઈને વ્યક્તિ વિશેષ માટે અનેક પ્રકારના નિયમો પણ છે. અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છે એવા એક અનોખા મંદિર વિશે જેની સચ્ચાઈ જાણીને તમે દંગ રહી જશો. જ્યાં પુરુષોને મહિલાઓનું રૂપ ધારણ કરીને મંદિરમાં પ્રવેશ કરવાનો રહે છે. એટલું જ નહીં જતા પહેલા, એક સુંદર સ્ત્રીની જેમ 16 શણગાર કરવાના રહે છે. આ ગેટઅપ બાદ જ તેને મંદિરમાં એન્ટ્રી મળે છે. આવો જાણીએ આ અનોખા મંદિર વિશે..

આ ચમત્કારિક મંદિર કેરલના કોલ્લમ જિલ્લામાં છે, જેનું નામ કોટ્ટનકુલગંરા શ્રીદેવી મંદિર છે. જેના ગર્ભગૃહની ઊપર છત કે કળશ નથી. અહીં 12 મહિના માનતા માનનાર લોકોની ભીડ રહે છે. પરંતુ નવરાત્રિના દિવસોમાં અહીંનો નજારો અલગ જ હોય છે. અહીં દર વર્ષે 23 અને 24 માર્ચે ચામ્યાવિલક્કૂ પર્વ મનાવવામાં આવે છે. જ્યાં પુરુષે મહિલાની જેમ તૈયાર થઈને જવું પડે છે.

જણાવી દઈએ કે આ મંદિરની પાછળ એક માન્યતા છે કે જે પણ પુરુષ અહીં દેવીના દર્શન કે પૂજા કરવા મહિલાના વેશભૂષામાં આવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થયા છે. જેથી આ પર્વમાં પુરુષો મહિલાઓની જેમ સાડી પહેરે છે અને તમામ શ્રૃંગાર કર્યા બાદ મા ભાગ્યવતીની પૂજા-અર્ચના કરે છે.

મંદિરના પરિસરમાં અલગ-અલગ એવા રુમ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં મેકઅપના સામાનથી લઈને અનેક નવી-નવી સાડીઓ મળે છે. એટલું જ નહીં અહીં કેટલીક મહિલાઓ પણ હાજર હોય છે, જે તેમને તૈયાર થવામાં મદદ કરે છે. પુરુષોને એવી રીતે સજાવવામાં આવે છે કે કેટલીક વાર તેમને ઓળખવા મુશ્કેલ થઈ જાય છે.

શ્રી કોત્તાનકુલાંગરા દેવી મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કૂ પર્વમાં સામેલ થવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં પુરુષો આવે છે. જેમને મંદિરમાં પ્રવેશ માટે ન માત્ર સ્ત્રીઓ જેવા કપડા પહેરવા પડે છે પરંતુ તેમની જેમ 16 શણગાર કરતા ઘરેણાં, ગજરા પણ લગાવવા પડે છે. જો કે આ મંદિરમાં પોતાની મનોકામના પૂરી કરવા કિન્નરો પણ મોટી સંખ્યામાં આવે છે.

અહીં પુરુષો એટલા માટે સોળ શણગાર કરીને સ્ત્રી બને છે કારણ કે તેમને સારી નોકરી, સ્વાસ્થ્ય, લાઈફ પાર્ટનર અને પરિવારની ખુશીની પ્રાર્થના કરી શકે. અહીં જે પણ પુરુષ આ રીતે દેવીમાની પૂજા કરે છે તેમની આ તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પ્રકારની ખાસ પૂજા માટે આ મંદિરમાં જગપ્રસિદ્ધ છે.

સ્થાનિક લોકોનું માનીએ તો સેંકડો વર્ષો પહેલા આ મંદિરમાં દેવીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. અહીં ચરવાહાઓએ માતાની મૂર્તિની પૂજા મહિલાઓના વસ્ત્રો પહેરીને કરી હતી. જે બાદ આ પ્રથા છે. આ મંદિરમાં પુરુષોની સાથે મહિલાઓ પણ આવી શકે છે.

You cannot copy content of this page