Only Gujarat

Bollywood

નાગિનની એક્ટ્રસે દિવ્યાંકાના એક્સ બોયફ્રેન્ડ સાથે કર્યો રોમાન્સ પછી…..

મુંબઈઃ એકતા કપૂરની ફૅમશ સિરિયલ ‘નાગિન 5’ની સફર હાલમાં જ પુરી થઈ છે. આ અવસરે 5 ફેબ્રુઆરીએ કાસ્ટ અને ક્રૂ મેમ્બરને જબરદસ્ત ફેરવેલ આપવામાં આવી હતી. પાર્ટીમાં સિરિયલના લીડ સ્ટાર સુરભિ ચંદના, શરદ મલ્હોત્રા, મોહિત સહગલ અને અન્ય લોકો સામેલ થયાં હતાં. આમ તો, કેટલાક મહિના પહેલાં સિરિયલ ‘નાગિન 5’ને હિટ કરાવવા માટે મેકર્સે સુરભિ ચંદના અને શરદ મલ્હોત્રા વચ્ચે એક ઇન્ટિમેટ સીન ફિલ્માવ્યો હતો. જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જોકે, કોરોના મહામારીના સમયમાં શૂટ કરવામાં આવેલાં આ ઇન્ટિમેટ સીન અંગે સવાલ પણ ઊઠ્યા હતાં, જેનો જવાબમાં એક્ટ્રસ સુરભિ ચંદનાએ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શરદ મલ્હોત્રા એક્ટ્રસ દિવ્યાંકા ત્રિપાઠીના એક્સ બૉયફ્રેન્ડ રહી ચૂક્યા છે.

આ ઇન્ટિમેટ સીનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં,જેમાં સુરભિ રોમેન્ટિક સીન કરતી જોવા મળી હતી. આ પછી સવાલ ઊભા થયાં હતાં કે, દેશ કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યો છે, એવામાં દરેકને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ આપવામાં આવી રહી છે, પણ સુરભી અને શરદ રોમેન્ટિક સીન કરી રહ્યાં છે.

આ અંગે એક્ટ્રસ સુરભિ ચંદનાએ આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. સુરભિનું કહેવું છે કે, ‘નાગિન 5માં તેમનો જે રીતનો રોલ છે. રોમેન્ટિક સીન તેની જરૂરિયાત હતી.’ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે સુરભિને પૂછવામાં આવ્યું કે, ‘કોરોના વચ્ચે શૂટિંગ કેવી રીતે કર્યું?’ તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘ટીવીએ રોમેન્ટિક સીનનું શૂટિંગ બંધ કર્યું છે. દરેક સીનને જરૂરી સાવધારી વર્તાવી શૂટ કરવામાં આવ્યું છે.’

સુરભિએ વધુમાં કહ્યું કે, ‘અમે દરેક શૉટ પછી હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં સુધી કે ખુરશીઓ પણ વારંવાર સાફ કરવામાં આવે છે. આ સાથે જ અમારું ટેમ્પરેચર પણ માપવામાં આવે છે. અમે પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો પણ પીએ છીએ. હું કોરોનાને લીધે રોમેન્ટિક સીન કરતાં ડરી શકું નહીં, કેમ કે મારું કામ તેની ડિમાન્ડ કરે છે.

આ રોમેન્ટિક સીનમાં બીર એટલે કે શરદ મલ્હોત્રા જે યાની એટલે કે સુરભિ ચંદનાને રોમેન્ટિક કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જાય છે. આ પછી યાનીને પોતાની સામે જોઈ વીર પોતાની દુનિયા ભૂલીને ગુલાબના ફૂલ સાથે ઢીંચણ પર બેસી પોતાના પ્રેમનો એકરાર કરે છે.

તો ક્યારેક પોતાના દુશ્મન રહેલાં વીરની રોમેન્ટિક સાઇડ જોઈ તે નર્વસ થઈ જાય છે અને વીરના આ અંદાજને જોઈ થોડીક શરમાઇ પણ જાય છે. આ પછી વીર અને યાનીની દૂરી હંમેશા માટે પુરી થઈ જાય છે અને બંને હંમેશા પ્રેમમાં ખોવાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, નાગિન 5માં સુરભિએ યાની શર્માનો રોલ પ્લે કર્યો હતો, જે નાગેશ્વરીનો પુર્નજન્મ છે. સુરભિએ પોતાના કરિયરની શરૂઆતમાં ઘણી કોમર્શિયલ એડમાં કામ કર્યું છે. તેમણે સૌથી પહેલાં ‘કુબૂલ હૈ’ સિરિયલમાં કામ કરવાની ઑફર મળી હતી.

આ પછી ઘણાં નાના-નાના રોલ પ્લે કરનારી સુરભિને સ્ટાર પ્લસની સિરિયલ ‘ઇશ્કબાઝ’માં લીડ રોલ પ્લે કરવાની તકક મળી હતી. જેમાં તેમણે ઑબેરોય ફેમિલીની વહુ એટલે કે યાની સિવાય ઑબેરોય (નકુલ મહેતા)ની વાઇફ અનિકાનો રોલ પ્લે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરભિ અત્યારે કોર્પોરેટ પ્રોફેશનલ કરન શર્માને ડેટ કરી રહી છે. તેમણે પોતાના અને કરણના ઘણાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યાં છે. આમ તો, સુરભિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાના ફોટો પોસ્ટ કરી રહી છે.

મુંબઈમાં જન્મેલી સુરભિ પંજાબી પરિવારમાંથી છે. તેમણે માર્કેટિંગમાં MBA કર્યું છે. સુરભિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘મને જીમ જવું બિલકુલ પસંદ નથી. મારી વર્કઆઉટ કરવાની રીત એકદમ અલગ છે. હું ડાન્સ કરી ખુદને ફિટ રાખુ છું.’

સુરભિ મુજબ, ‘મને ઝુમ્બા ડાન્સ કરવો પસંદ છે. ઝુમ્બા એક રીતે ડાન્સ બેસ્ડ એક્સરસાઇઝ છે અને તેના દ્વારા હું એક કલાકમાં લગભગ 350 કેલેરી બર્ન કરી લવ છું.’

સુરભિએ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ (2009), ’એક નણંદની ખુશીઓની ચાવી… મારી ભાભી’ (2013), ‘કુબૂલ હૈ’ (2015), ‘આહટ’, (2015), ‘ઇશ્કબાઝ’ (2016-18), ‘દિલ બોલે ઑબેરોય’ (2017), ‘સંજીવની’ (2019-20)માં કામ કર્યું છે. આ ઉપરાંત સુરભિ ચંદના વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘બૉબી જાસૂસ’માં પણ જોવા મળી હતી. જેમાં તેમણે આમના ખાન અને અદિતિનો રોલ પ્લે કર્યો હતો.

You cannot copy content of this page