Only Gujarat

Bollywood

આ પરિણીત અભિનેત્રીઓએ કરિયર માટે છુપાવી હતી તેમના લગ્નની વાત

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અનેકવાર તેમની પર્સનલ લાઇફ અને સૌથી વધુ રિલેશનશિપને લીધે લાઇમલાઇટમાં રહે છે. તો અનેક સેલેબ્સ તેમની રિલેશનશિપને લીધે લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરતા નથી. તો અમુક સેલેબ્સ તેમની પર્સનલલાઇફ અને રિલેશનશિપ ખૂબ જ પ્રાઇવેટ રાખે છે. બોલિવૂડમાં અનેક હીરોઇનો પરિણીત છે, પણ તેમના ફેન્સને આ વિશે માહિતી નથી. અમે તમને એવી જ હીરોઇનોની પર્સનલ લાઇફ અને રિલેશનશિપ વિશે જણાવીશું.

અદિતિ રાવ હૈદરી
અદિતિ રાવ હૈદરીએ 21 વર્ષની ઉંમરે સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. આ વાત અદિતિ રાવ હૈદરીએ બોલિવૂડમાં એન્ટ્રી કરતી વખતે છુપાવી રાખી હતી. ઉલ્લેખનીય છે કે, આદિતિ રાવ હૈદરી અને સત્યદીપ મિશ્રાના છૂટાછેડા થઈ ગયા છે. અદિતિ રાવ હૈદરીના પતિ સત્યદીપ મિશ્રા નીતા ગુપ્તાની દીકરી મસાબાને ડેટ કરી રહ્યા છે.

સુરવીન ચાવલા
સુરવીન ચાવલાએ વર્ષ 2015માં બિઝનેસમેન અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. સુરવીનને બે વર્ષના રિલેશન પછી લગ્ન કર્યા હતા. જોકે, સુરવીને વર્ષો સુધી તેમના લગ્નને છૂપાવી રાખ્યા હતા અને અચાનક ફોટો શેર કરી દરેકને ચોંકાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, સુરવીનને એક દીકરી પણ છે.

રાધિકા આપ્ટે
વેબ સિરીઝ ક્વીન રાધિકા આપ્ટે તેમની પર્સનલ લાઇફને લીધે હંમેશા ઓછી ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. એવામાં તેમના ફેન્સને જાણ નહીં હોય કે, રાધિકા આપ્ટે પરિણીત છે. રાધિકાએ ઘણાં સમય સુધી તેમના લગ્નને પ્રાઇવેટ રાખ્યા હતા. રાધિકા આપ્ટેએ વર્ષ 2012માં વિદેશી મ્યૂઝિશિયલ વેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. રાધિકા તેમના પતિ સાથે લંડનમાં રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page