Only Gujarat

Bollywood

રવિના ટંડનની લાડલી દીકરીની સૌથી મોંઘી બેગ, આ કિંમત તો બાઈક આવી જાય

બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાની ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે રાશા થડાની ચર્ચામાં આવી છે તેણે કેરી કરેલા મોંઘા એક બેગના કારણે… જીહા.. રાશા તેના સ્ટાઇલિશ દેખાવ અને સુંદર સ્મિતથી ફેન્સને મંત્રમુગ્ધ કરવાની કોઈ તક છોડતી નથી. રવિના ટંડનની 18 વર્ષની દીકરી રાશા થડાની ફેશન આઇકોન પણ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરોથી તેના ફેન્સને મંત્રમુગ્ધ કરે છે. આ વખતે શેર કરેલી તસવીર તેના અદભુત સ્ટાઈલ સ્ટેટમેન્ટ બતાવે છે. આજે અમે રાશાના કપડામાં સામેલ 3 સૌથી મોંઘી બેગ બતાવી રહ્યા છીએ.

રાશા થડાની ગુચી બેગની કિંમત
થોડા સમય પહેલા રાશા એક ફેમસ રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. તેણે નાઇટ આઉટ દરમિયાન સુંદર બ્લેક આઉટફિટ પહેર્યું હતું. તે ડેનિમ જેકેટ અને ફ્લેરેડ જિન્સમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. રાશાની હેરસ્ટાઈલ પણ હંમેશની જેમ સુંદર લાગી. ગ્લોસી લિપ્સ, બ્લશ્ડ ચીક્સ, હાઇલાઇટેડ ચીકબોન્સ અદ્ભુત લાગી રહ્યા છે. તેણે સફેદ સ્નીકર્સ સાથે સ્લિંગ બેગ કેરી કરી હતી જે દરેકનું ધ્યાન આકર્ષી રહી હતી. થોડું રિસર્ચ કર્યા પછી જાણવા મળ્યું કે રાશાની આ સ્લિંગ બેગ પ્રખ્યાત બ્રાન્ડ ગુચીની છે. ઓફિશિયલ વેબસાઇટ પર આ બેગની કિંમત 980 યુરો એટલે કે 87,868.19 ઈન્ડિયન કરન્સીના બરાબર છે.

એવરગ્રીન બ્લેક સ્લિંગ બેગની કિંમત
રાશા ઘણીવાર તેની અદભુત સ્ટાઈલ સ્ટેટમેન્ટને ફ્લોન્ટ કરે છે. અગાઉ રાશાએ તેના મિત્ર સાથે એક સુંદર મિરર સેલ્ફી શેર કરી હતી. સસવીરમાં રવિનાની દીકરી બ્લેક ઓવરસાઈઝ હૂડી, સ્મોકી આઈ, પિંક લિપ્સ, હૂપ ઈયરિંગ્સ અને ખુલ્લા વાળ પહેરેલી જોવા મળી હતી. તેણે બ્લેક સ્લિંગ બેગ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રાશાના દેખાવ પર થોડું સંશોધન કરવા પર અમને ખબર પડી કે તેની ક્રોસબોડી બેગ મોશિનો બ્રાન્ડની છે અને તેની કિંમત ઈન્ડિયન કરન્સીમાં 19,311.38 રૂપિયા હતી.

લાખોની કિંમતના બેગ ખરીદે છે રાશા થડાની
રાશાએ થોડા સમય પહેલા તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. બ્લેક ડ્રેસમાં આ ડીવા ખૂબ જ હોટ લાગી રહી હતી. તેણે મેચિંગ રંગીન લેધર જેકેટથી પોતાનો લુક સ્ટાઈલ કર્યો. રાશાએ વિંગ્ડ આઈલાઈનર, શાઇનિંગ પિંક લિપ્સ, બ્લશ્ડ ગાલ અને છૂટા વાળ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો. એક અદભુત હેન્ડબેગે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા. જોકે, અમારું ધ્યાન સૌથી વધુ જેની તરફ ખેંચાયું તે તેની બેગની કિંમત હતી. પાછળથી ખબર પડી કે તેની બેગ લોકપ્રિય બ્રાન્ડ લુઈસ વુઇટનની હતી અને તેની કિંમત રૂ. 1,80,611.75 છે.

You cannot copy content of this page