Only Gujarat

Health

શું સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી સ્કિનનું કેન્સર થઈ શકે છે?

સ્કિનને અલ્ટ્રાવાયોલેટ રેડિએશનથી બચાવવા માટે લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે સનસ્ક્રીન લગાવવાથી સ્કિનને સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોથી બચાવે છે. યુવી કિરણો મેલાનોમા અને સ્ક્વામસ સેલ કેન્સર જેવા સ્કિન કેન્સરનું કારણ બને છે. આ જ કારણ છે કે લોકોને સખત તડકામાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવવાની અને ફુલ સ્લીવના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, હાલમાં જ એક અભ્યાસ બહાર આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે સનસ્ક્રીનમાં બેન્ઝીન જોવા મળે છે. આ એક પ્રકારનું ઝેર છે, જે કેન્સરનું કારણ બની શકે છે. હવે સવાલ એ થાય છે કે શું સનસ્ક્રીન લગાવવાથી કેન્સર થઈ શકે છે?

એક રિપોર્ટ અનુસાર, કેટલીક સનસ્ક્રીનમાં બેન્ઝીન વધુ માત્રામાં જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે. બેન્ઝીન એ કેન્સર પેદા કરતું રસાયણ છે. જોકે, એવું જરૂરી નથી કે તમામ સનસ્ક્રીનમાં બેન્ઝીનનો ઉપયોગ કરવામાં આવે. તમે જાણો છો કે યુવી રેડિએશનને કારણે સ્કિનના કેન્સરનું જોખમ છે. મોટાભાગના લોકો યુવી રેડિએશનને ટાળવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે પણ તમે સનસ્ક્રીન ખરીદો તો હંમેશા તેને પ્રતિષ્ઠિત બ્રાન્ડમાંથી ખરીદો.

સનસ્ક્રીન ખરીદતી વખતે સાવચેત રહો
આ અભ્યાસનો અર્થ એવો નથી કે તમારે સનસ્ક્રીનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ. જોકે, તેનો ઉપયોગ કરતી વખતે, બેન્ઝીનની માત્રાનું ધ્યાન રાખો. સનસ્ક્રીન ખરીદતી વખતે હંમેશા સાવચેત રહો અને માત્ર સારી સનસ્ક્રીનનો જ ઉપયોગ કરો. જોકે, હજી તે જાણવા નથી મળ્યું કે સ્કિન કેટલું બેન્ઝીન ઓબ્ઝર્વ કરે છે. સનસ્ક્રીનના કેટલાક ઈન્ગ્રીડિએન્ટ્સથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. તમારે બેન્ઝીન સાથે સાવચેત રહેવું જોઈએ. કારણ કે તેની સીધી લિંક કેન્સર સાથે છે. સ્કિનના કેન્સરના જોખમને ટાળવા માટે બેન્ઝીન ધરાવતી સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ટાળો.

SPF કેટલું હોવું જોઈએ?
કોઈપણ સનસ્ક્રીન ખરીદતી વખતે SPF જરૂર ચેક કરો. હંમેશા 30 કે તેથી વધુ SPFવાળું સનસ્ક્રીન જ ખરીદો. સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે સન પ્રોટેક્શન ફેક્ટર (SPF) તેમજ તે UVA અને UVB બંને કિરણો સામે રક્ષણ આપી શકશે કે કેમ તે તપાસવું જરૂરી છે. એવા સનસ્ક્રીનનો ઉપયોગ કરો જેમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અથવા ઝિંક ઓક્સાઇડ જેવા તત્વો હોય.

You cannot copy content of this page