Only Gujarat

Health

અઠવાડિયે થશે ફક્ત 10 રૂપિયાનો ખર્ચે, વાળ બનશે ભરાવદાર

અમદાવાદ : કેટલાક ફૂડમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જેને વાળમાં લગાવવાથી હેર ફોલની સમસ્યા દૂર થાય છે. ફૂડનું આ કોમ્બિનેશન વાળના મૂળને મજબૂત કરે છે તેનાથી હેર ફોલની સમસ્યા ઓછી થાય છે. બ્યુટી એક્સપર્ટે આવા જ કેટલાક કોમ્બિનેશન અને તેને વાળ પર લગાવવાની 10 રીત વિશે. જેને અઠવાડિયે એક વાર યૂઝ કરવી જોઇએ. તે માટે તમારે ફક્ત 10 રૂપિયાનો ખર્ચ કરવાનો રહે છે.

  • આમળાના ટુકડાને નારિયેળ તેલમાં મિક્સ કરીને ગરમ કરો. તેને ઠંડું કરીને વાળના મૂળમાં લગાવવાથી હેર ફોલની સમસ્યા દૂર થાય છે.
  • દહીંમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થાય છે.
  • જૈતૂનના તેલમાં મધ, તજ પાવડર મિક્સ કરીને લગાવવાથી પણ વાળ ખરતા ઓછા થાય છે.
  • ઇંડાને ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો. તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે.
  • ગ્રીન ટી બેગને ઉકાળી પાણી ઠંડું કરો. તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો. વાળ ખરતા ઓછા થશે.
  • બીટના જ્યૂસમાં મધ, દહીં મિક્સ કરી વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. આ વાળની શાઇનિંગ વધારવામાં મદદ કરે છે.
  • એલોવેરા જેલને વાળના મૂળમાં લગાવીને રાખો. તેને અડધો કલાક બાદ ધોઇ લો. તેનાથી વાળ ભરાવદાર બને છે.
  • દાડમના છોડાને પીસીને વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. આ હેર ફોલની સમસ્યાને દૂર કરવામાં ઇફેક્ટિવ છે.
  • ડુંગળીના રસને પંદર મિનિટ માટે વાળમાં લગાવો અને પછી માથું ધોઇ લો. તેનાથી વાળ ખરતા અટકે છે.
You cannot copy content of this page