Only Gujarat

Health

તમે પણ ગરમા ગરમ ચા પીઓ છો? થઈ જાવ સાવધાન નહીંતર ગંભીર બીમારીનો ભોગ બનશો એ નક્કી

અમદાવાદઃ ચા એક એવું પીણું છે, જે મોટાભાગના લોકોના રૂટિનમાં મહત્વનો હિસ્સો બની ગયો છે. જો તમે ચાના શોખીન હોવ તો આ ન્યૂઝ માત્રને માત્ર તમારા માટે છે. હાલમાં જ થયેલા એક રિસર્ચ પ્રમાણે, રોજ ચા પીનારનુ મગજ ચા ના પીતા લોકોની અપેક્ષાએ વધુ તંદુરસ્ત હોય છે. જોકે ગરમ ચા જે લોકો પીતા હોય તેમની તબિયતને નુકસાન પહોંચી શકે છે.

સિંગાપુરમાં થયેલા રિસર્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચા પીતા લોકોનું મગજ ચા ના પીતા લોકની તુલનાએ વધુ ઝડપથી કામ કરે છે. ચા પીતા લોકોના મગજનો દરેક હિસ્સો વ્યવસ્થિત રીતે કામ કરે છે.

નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના આસિસ્ટન્ટ પ્રોફેરસ ફેંહ લેઈના નેતૃત્વમાં સંશોધન કરવામાં આવ્યં હતુ. 36 ઉંમરલાયક લોકો પર સંશોધન કરવામાં આવ્યું છે. વર્ષ 2015થી 2018 સુધી 60 કે તેનાથી મોટી ઉંમરના લોકો પસંદ કરવામાં આવ્યા હતાં.

ફેહ લેઈએ કહ્યું હતું કે ચા પીવાથી મગજ પર સકારાત્મક અસર થાય છે પરંતુ કેટલાંક લોકો ચા-કોફી ગરમ પીતા હોય છે, તેમને બીમારી થઈ શકે છે. રિસર્ચ પ્રમાણે, એકદમ ગરમ ચા પીવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે. ગરમ ચા-કોફી પીવાથી અન્નનળીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. રોજ 75 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ ગરમ ચા-કોફી પીનારા લોકોને અન્નનળીનું કેન્સર થવાનું જોખમ બેગણું વધી જાય છે.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page