Only Gujarat

FEATURED Health

ફાંદ ઘટાડવી છે તો એક રૂપિયો ખર્ચ કર્યાં વગર કરો આ ચાર તદ્દન સરળ કામ અને પછી જુઓ

અમદાવાદઃ તમારું વજન કેવી રીતે વધે છે. તમને ખ્યાલ પણ હોતો નથી ને જોત જોતામાં તમારી ફાંદ બહાર આવી જાય છે. આની પાછળનું કારણ શું છે. શું શાકભાજી ખાવાથી વજન વધે છે તો આનો જવાબ હામાં છે. નવાઈ લાગીને પરંતુ કેટલીક શાકભાજી વજન વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
તમને વજન વધારે હોવાથી શરમ આવતી હશે અને પાતળા થવા માટે તમે મોં માગી કિંમત ચૂકવવા માટે તૈયાર હશો. પછી તે વર્કઆઉટ હોય કે ડાયટ કે પછી કંઈ પણ. જોકે, તમે આમાંથી કંઈ કર્યા વગર પણ સહજતાથી વજન ઉતારી શકો છે. આજે આપણે એવા શાકભાજી અંગે વાત કરીશું, જે ખાવાથી તમારું વજન વધતું હોય છે. તમારે સાચા અર્થમાં વજન ઓછું કરવું હોય તો બટાટાની વેફર, ફ્રેંચ ફ્રાઈ, ડુંગળી, લીલા ટામેટા ખાવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ. આ ઉપરાંત તળેલું સાવ બંધ કરવું અને વધુ તેલમાં બનેલા શાક પણ વજન વધારી શકે છે. જો વજન વધારે હોય તો આ વસ્તુઓ ક્યારેય ના ખાવીઃ

પેક્ડ સલાડ: તમારે વજન ઘટાડવુ હોય તો પેક્ડ સલાડ ક્યારેય ના ખાવું. પેક્ડ સલાડ (બહારથી મંગાવેલું) વજન વધારી શકે છે અને અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. પેક્ડ સલાડમાં અનેક પ્રકારના શાક હોય છે, જેમાં ટ્રાન્સ ફેટની માત્રા વધારે હોય છે. જે વજન વધારે છે.
કોબીજથી વજન વધે છે :તમને જાણીને નવાઈ લાગશે કે કોબીજ પણ વજન વધારી કે છે. કોબીજ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ તથા બ્રોકોલી સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ વધુ માત્રામાં સેવન કરવાથી વજન વધી શકે છે. આથી વજન ઘટાડવું હોય તો વધુ માત્રામાં કોબીજ ખાવી નહીં.
સ્વીટ કોર્ન :મોટાભાગના લોકોને સ્વીટ કોર્ન પસંદ હોય છે પરંતુ તેનાથી વજન ઝડપથી વધે છે. ગ્રીલ્ડ બર્ગરની સાથે સ્વીટ કોર્ન તથા કોલ્ડ ડ્રિંક પીવાથી વજન 100 ટકા વધે છે. સ્વીટ કોર્નમાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. બ્લડ શુગર લેવલ પણ વધે છે.
બટાકા : બટાકામાં કાર્બોહાઈડ્રેટ હોવાથી વજન વધે છે. બને તો બટાકા ખાવા જ નહીં. બટાકામાં સ્ટાર્ચ પણ વધુ માત્રામાં હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page