Only Gujarat

Health

વજન ઘટાડવા જ્યાં-ત્યાં ટિપ્સ શોધવા કરતાં આ પાંચ વસ્તુઓનું શરૂ કરી દો સેવન,ઘટી જશે ફાંદ

મુંબઈ: શું તમે વજન ઘટાડવા માંગો છો? તો તમારે જ્યાં-ત્યાં ટિપ્સ શોધવાની જરૂર નથી. કેમ કે તમારા કીચનમાં જ કેટલાંક એવા તત્વો હાજર છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. આયુર્વેદાચાર્યોના જણાવ્યા મુજબ આહાર અને વ્યાયામ વજન ઓછું કરવાની નેચરલ પદ્ધતિ છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તેમના કીચનમાં કેટલીક એવી વસ્તુઓ છે, જેના ઉપયોગથી વજન ઘટાડી શકાય છે. કીચનની કેટલીક વસ્તુઓને ડેઈલી ડાયેટમાં સામેલ કરવાથી તમારું વજન ઘટવામાં મદદ કરશે. આવો નજર કરીએ આવી પાંચ વસ્તુઓ પર…


1. તજ:

આયુર્વેદ મુજબ કીટાણુનાશક, બળતરા ઓછી કરવી, એન્ટી-બેક્ટિરિયલ વગેરે ગુણોના કારણે તજનો પ્રયોગ કરવામાં આવે છે. વજન ઓછું કરવાની વાત કરીએ તો મીઠી સુંગધ વાળું આ તત્વ મેટાબોલિઝમ વધારે છે તેમજ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે. સવારે ઉઠ્યા પછી તરત જ સૌથી પહેલાં તજ મેળવેલું પાણીનું સેવન કરવું જોઈએ. જે ભૂખ ઓછી કરવામાં મદદની સાથે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.


2. મરી:

આયુર્વેદ મુજબ કાલી મિર્ચ એટલે કે મરી વજન ઓછું કરવામાં કારગત સાબિત થાય છે. આ શરીરના બ્લોકેજને ઘટાડે છે. સર્કુલેશનને વ્યવસ્થિત કરે છે અને મેટાબોલિઝ્મને વધારે છે. આ શરીરને ડિટૉક્સ કરવાની સાથે ચરબીને પણ ઓછી કરે છે.


3. લીંબુ:

ખાવા-પીવાની વસ્તુઓ કે સલાડમાં લીંબુ નાંખીને સેવન કરવાથી વજન ઝડપથી ઘટી શકે છે. લીંબુમાં વિટામિન સી અને ઓગળી જતાં ફાઈબર મોટા પ્રમાણમાં હોય છે, જેનાથી ઘણા સ્વાસ્થયવર્ધક ફાયદા થાય છે. લીંબુ હાર્ટ સંબંધી બીમારી, એનીમિયા, કિડનીમાં પથરી, પાચન અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક રહે છે.


4. આદુ:

આયુર્વેદની ચમત્કારિક વસ્તુ આદુ મેટાબોલિઝ્મને 20 ટકા સુધી વધારી દે છે. આ પેટને સ્વસ્થ રાખે છે, ચરબીને ઘટાડે છે અને ટૉકિસ્નને બહાર કાઢે છે. આમાં બળતરા ઓછી કરનારા અને એન્ટી-બેક્ટિરિયલ તત્વ હોય છે. આના નિરંતર સેવનથી ન ફક્ત તમારું વજન ઓછું થાય છે, પણ આ તમારું સ્થાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.


5. મધ:

પથારીમાં જવાના ઠીક પહેલાં મધના સેવનથી ઉંઘના શરૂઆતના કલાકમાં કેલરી ઓછી થાય છે. મધમાં સામેલ ફાયદાકારક હોર્મોનથી ભૂખ ઓછી લાગે છે અને ઝડપથી વજન ઓછું થઈ શકે છે. આના ઉપયોગથી પેટની ચરબી સરળતા ઓછી થઈ શકે છે.

You cannot copy content of this page