Only Gujarat

National

ચોંકાવારનારો અહેવાલ: પરિણીત મહિલાઓ લગ્નેત્તર સંબંધ માટે કરી રહી છે આ એપનો યુઝ

મુંબઈ: એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડેન (Gleeden) ફરી ચર્ચામાં છે. ગ્લીડેનના લેટેસ્ટ સર્વે મુજબ ભારતમાં અંદાજે 8 લાખ પરિણીત લોકો ગ્લીડેન પર રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે આમાં મહિલાઓની સંખ્યા ઓછી નથી. ગ્લીડેન પર સૌથી વધુ રજિસ્ટ્રેશન કરાવનાર સિટિમાં બેંગ્લોર સૌથી આગળ છે. લીસ્ટમાં અમદાવાદ અને સુરત પણ સામેલ છે. આ સર્વે જાન્યુર્આરીના પહેલા સપ્તહામાં કરવામાં આવ્યો હતો.

ગ્લીડેન પરિણીત લોકો માટે લગ્નેત્તર સંબંધો પર આધારિત દુનિયાની પહેલી ડેટિંગ એપ છે. આ એપ ફ્રાન્સમાં 2009માં લોન્ચ થઈ હતી અને ભારતમાં આ 2017માં આવી હતી.

પોતાના લગ્નસંબંધથી નાખુશ લોકોને ફ્રાન્સનું આ ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મ ખૂબ પસંદ આવી રહ્યું છે. લગ્નેત્તર સંબંધ શોધી રહેલાં પરિણીત લોકો માટે ગ્લીડેન દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. રિપોર્ટ મુજબ આ એકસ્ટ્રા મેરિટલ અફેર્સ એપનો ગ્રોથ રેટ 567 ટકા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દુનિયાભરમાં મોટાભાગના લોકો લગ્ન બહાર રોમાન્સ માટે પાર્ટનર શોધી રહ્યા છે.

આ પહેલા નવેમ્બર 2019માં કરવામાં આવેલા સર્વેમાં ગ્લીડેન પર આવાનારા લોકોમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, પૂણે, હૈદરાબાદ, ચૈન્નાઈ, ગુડગાંવ, અમદાવાદ, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોઈડા, નાગપુર, સુરત અને ભુવનેશ્વરના લોકો સૌથી વધુ હતા.

ગ્લીડેન કંપનીની મેનેજર સોલેન પેલેટના જણાવ્યા મુજબ, ‘‘ભારતમાં કોઈ પણ માર્કેટિંગ અને જાહેરાત વગર સબ્સક્રિપ્શન વધી રહ્યા છે. લોકો એપમાં રસ દાખવી રહ્યા છે. ભારતમાં લગ્નેત્તર સંબંધોને સ્વીકૃતિ નથી. મોટાભાગના ભારતીય ફ્લર્ટિંગ માટે વેબસાઈટનો યુઝ કરી રહ્યા છે.’’

ગ્લીડેનની માર્કેટિંગ સ્ટ્રેટજિસ્ટ સોલેન પેલેટે.

આ પહેલાં ગ્લીડેનની માર્કેટિંગ સ્ટ્રેટજિસ્ટ સોલેન પેલેટે જણાવી ચૂકી છે કે ભારતીય મહિલાઓમાં પણ આ એપની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. ગયા વર્ષે ગ્લીડેનના ભારતીય યુઝર્સમાં 25 ટકા મહિલાઓ હતી, જે આજે વધીને 35 ટકા થઈ ગઈ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ એપ સાથે રોજ વધુને વધુ મહિલાઓ જોડાઈ રહી છે.

gleeden.com વેબસાઈટ મહિલાઓનું એક ગ્રુપ ચલાવે છે. આ એપ મહિલા યુઝર્સ માટે બિલકુલ ફ્રી છે, જ્યારે પુરુષો પાસેથી ફી લેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પ્લેટફોર્મ આવનારા લોકોની આયુ 34થી 49 વર્ષ સુધીની હોય છે. ભારતમાં મોટાભાગે વકીલ, ડોક્ટર્સ વગેરે પ્રોફેશનલ્સ લોકો આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે.

ગ્લીડેનનો દાવો છે કે આ એપ તમારી ઓળખ છૂપાવવાની પૂરી ગેરન્ટી આપે છે. આ પ્લેટફોર્મ પર આવવા માટે બાળકોની સંખ્યા, વૈવાહિક સ્થિતિ, વ્યવસાય, આવક, ફીગર, વાળનો રંગ, લંબાઈ, આંખોનો રંગ અને આદતો સહિત અન્ય ખાનગી જાણકારીઓ આપવી પડે છે. તેમજ નકલી પ્રોફાઈલ બનાવનાર અને આપત્તિજનક વ્યવહાર કરનારા લોકોને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે.

You cannot copy content of this page