Only Gujarat

Bollywood

મલાઈકા અરોરાની નાની બહેનની બર્થ-ડે પાર્ટીમાં સેલેબ્સ ઉમટ્યા, આખી રાત ચાલ્યો માદક માહોલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરા 42 વર્ષ (31 જાન્યુઆરી) થઈ ગઈ. અમૃતા અરોરાએ પોતાના ઘરે એક લેવિશ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં બોલિવૂડ સેલેબ્સ સામલે થયા હતા.  આ ઉપરાંત અમૃતાના ફેમિલી ફ્રેન્ડ પણ આ પાર્ટીમાં સામલે થયા હતા. અમૃતાની બર્થ-ડે પાર્ટીમાં તેની ખાસ ફ્રેન્ડ અભિનેત્રી કરિના કપૂર ખૂબ જ ખુશ દેખાતી હતી. આ અંગની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ છે.

મીડિયાના અહેવાલ મુજબ કરીનાએ પાર્ટીમાં તેણે ભરપૂર શરાબ પીધો હતો. કરીના નશામાં એટલી ધૂત થઈ ગઈ હતી કે હાથમાં વાઈન ગ્લાસ પકડીને તેણે ઉભા રહેવા માટે અર્જુન કપૂરનો સહારો લેવો પડ્યો હતો. આખી રાત ચાલેલી આ પાર્ટીમાં દારૂની છોળો ઉડી હતી.

પાર્ટીમાં કરીના કપૂર ઉપરાંત કરિશ્મા કપૂર, સંજય કપૂર, મહીપ કપૂર, સીમા ખાન, નતાશા પુનાવાલા, ચંકી પાંડે, ભાવના પાંડે, અર્જુન કપૂર સહિતના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

પાર્ટીમાં કરીના લેપર્ડ પ્રિન્ટની ડ્રેસ પહેરીને આવી હતી .જેની સાથે તેણે હળવો મેક-અપ કર્યો હતો અને પિંક હીલ્સ પહેરી હતી. તેણે પાર્ટીમાં ઉભા રહેવા માટે અર્જુન કપૂરનો સાહરો લેવો પડયો હતો સોશ્યલ મીડિયામાં આ તસવીરો વાઈરલ થતાં લોકોએ અનેક સવાલ કર્યા હતા. એક યુઝર્સે તો અર્જૂનને પૂછ્યું, ‘ ‘મલાઈકા ક્યા છે’’

બહેનની બર્થ-ડે પાર્ટીમાં મલાઈકાએ હંમેશાની જેમ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. આ તકે તેણે ની લેંથ (ધૂંટણ સુધીની લંબાઈ)ની સીક્વીન્ડ ડ્રેસ પહેરી હતી અને લાલ રગંના થાઈ હાઈ બૂટ્સ પહેર્યા હતા.

બર્થ-ડે ગર્લની વાત કરીએ તો અમૃતા અરોરા શોર્ટ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી.

અમૃતાની બર્થ-ડે ફોટોઝ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અમૃતાએ ગર્લ ગેંગ સાથે જોરદાર મસ્તી કરી હતી.

બીજી તરફ અર્જૂન કપૂરે પણ અમૃતાની બર્થ-ડે પાર્ટી એન્જોય કરી હતી. સામે આવેલા ફોટોમાં જોઈ શકાય છે કે તે અમૃતા અને મલાઈકાની દોસ્તો સાથે મસ્તી કરે છે.

અમૃતા અરોરાએ પોતાના 42મા જન્મદિવસની પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝની ઘણી સેલિબ્રિટીને આમંત્રિત કરી હતી. જેમાં સંજય કપૂર અને કરીશ્મા કપૂર પણ સામેલ હતા.


અમૃતા અરોરાની પાર્ટીમાં અભિનેતા ચંકી પાંડે પણ પત્ની સાથે આવ્યો હતો. આ ઉપરાંત અભિનેત્રી મલાઈકા અરોરાનો પુત્ર પણ પાર્ટીમાં જોવા મળ્યો હતો.

You cannot copy content of this page