Only Gujarat

Bollywood

MMSમાં યુવક સાથે કઢંગી હાલતમાં જોવા મળી એક્ટ્રેસ, કહ્યું- તમારી બહેનનો કોઈ પ્રાઇવેટ વીડિયો લીક કરી દે ત્યારે?

પટણાઃ બોલિવૂડ સ્ટાર્સની જેમ ભોજપુરી એક્ટર્સ પણ સતત ચર્ચામાં રહે છે. ફેન્સ તેમની વિશે પણ ઘણું જાણવા માંગતા હોય છે. જોકે ભોજપુરી સ્ટાર્સ પણ ઘણીવાર વિવાદોમાં જોવા મળે છે. હાલ ભોજપુરીની બોલ્ડ એક્ટ્રેસ ત્રિશાકર મધુ વિવાદોમાં છે. ત્રિશાકરનો એક MMS લીક થયો છે. જે પછીથી તે સતત ચર્ચામાં છે. જે MMS વાઈરલ થયો છે, તેમાં તે એક યુવક સાથે જોવા મળી રહી છે.

વીડિયો વાઈરલ થયા બાદ ત્રિશાકરે સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ પણ રાખ્યો હતો. તેણે ફેસબુક પર પોસ્ટ શેર કરતા લખ્યું કે,‘ભગવાન બધુ જુએ છે, મને ગાળો આપવા માટે મારા પ્રાઈવેટ વીડિયોઝ વાઈરલ કરાયા, તમારી બહેન સાથે લગ્ન કર્યા બાદ કોઈ બીજા દિવસે સુહાગરાતનો વીડિયો વાઈરલ કરે તો સારું લાગશે ને… બિહારમાં અમુક લોકો આટલા નિમ્ન સ્તરના પણ હોય છે તે નહોતી જાણતી.’

વીડિયો એક્ટ્રેસે જ બનાવ્યો હોવાનું સ્પષ્ટ છે, પરંતુ તેણે કોને લીક કર્યો હાલ તે સામે નથી આવ્યું. સોશિયલ મીડિયા પર ત્રિશાની ટીકા કરવામા આવી રહી છે. તેણે પોતાનો ફેસબુક અકાઉન્ટ પણ પ્રાઈવેટ કરી લીધો છે.

ત્રિશાએ લાઈવ વીડિયો થકી પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે,‘હું શું કરું તે સમજાતું નથી.’ જ્યારે લોકો વીડિયોમાં તેની સાથે કોણ છે તેવા સવાલો કરી રહ્યાં છે.

ત્રિશાકર મધુ ભોજપુરીના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. તેણે ઘણા હિટ ગીતોમાં પણ પર્ફોમ કર્યું છે. ફેન્સને તેનો બોલ્ડ અંદાજ ઘણો ગમે છે, પરંતુ વાઈરલ એમએમએસ બાદ તેની ટીકા થઈ રહી છે.

આ પ્રથમ ઘટના નથી જ્યારે કોઈ એક્ટ્રેસને એમએમએસ લીક થયો હોય. બોલિવૂડમાં ઓળખ મેળવી ચૂકેલી રાધિકા આપ્ટેનો ઘણો પ્રાઈવેટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર લીક થયો હતો. જ્યારે દક્ષિણની સુપરહિટ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીનો બાથરૂમ વીડિયો પણ ઘણો વાઈરલ થયો હતો.

You cannot copy content of this page