Only Gujarat

Bollywood

નમ્રતાએ પતિની ખુશી માટે કુરબાન કરી દીધી તેની સૌથી વ્હાલી વસ્તુ, લખી વિચિત્ર પોસ્ટ

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન બોલિવૂડ ડ્રગ્સ કેનેકશન સામે આવતા બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. આ કેસમાં સામે આવેલ સુશાંતની મેનેજર જયા સાહાના વ્હોટસએપ ચેટમાં કેટલાક સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યાં છે. જેમાં એક્ટ્રેસના નામ પણ સામે આવ્યાં છે. જેમાં સારા અલીખાન રકુલ પ્રિત, દીપિકા પાદુકોણ, કરિશ્મા કપૂરનું નામ પણ સામે આવ્યું છે. આટલું જ જ નહીં, જયા સાહાની વ્હોટસએપ ચેટમાં મહેશ બાબૂની પત્ની નમ્રતા શિરોડકરના નામનો ખુલાસો થયો છે. ડ્ર્ગ્સ વિવાદમાં નામ સામે આવ્યા બાદ નમ્રતા શિરોડકરે ઇન્ટાસ્ટોરી પર એક વિચિત્ર પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટમાં તેમણે જિંદગીમાં ખુશ રહેવાની અને દરેક પળને ખુશીથી જીવવાની સલાહ આપી છે. તેમણે લખ્યું છે કે. તમારી જિંદગીને પ્રેમ કરો, દરેક વસ્તુના ફોટો કિલક કરો. લોકોને બતાવો કે તમે એમને પ્રેમ કરો છો. અજાણી વ્યક્તિથી વાત કરો. એ કરો જેનાથી તમે ડરો છો. આપણે બધા જ એક દિવસ આ દુનિયાને છોડીને જવાના છીએ અને કંઇ જ યાદ નથી રહેવાનું. તમારી જિંદગીના કહાણીને દુનિયાની બેસ્ટ સ્ટોરી બનાવો, એ મોકોને ન જવા દો, જે તમને મળ્યો છે..

નમ્રતા ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવે છે અને તે દરેક પર્વને ઉત્સાહ સાથે મનાવે છે. નમ્રતાની આસ્થાની જાણ એ રીતે થાય છે કે, તેમને તિરૂપતિ બાલાજીમાં તેમના વાળને પણ દાન કરી દીધા હતા. તે સમયે તેમની ફોટો ખૂબ જ વાયરલ થઇ હતી.આ વાત 2016ની છે. જ્યારે નમ્રતાએ તિરૂપતિ જઇને તેમના વાળનું દાન કર્યું હતું. તે તેમના પતિ અને બાળકો સાથે તિરૂપતિ બાલાજી દર્શનાર્થે ગઇ હતી.

તે સમયની તેમની ફોટો ખૂબ જ વાયરલ થઇ હતી. તે સમયે તેમણે તેમણે માથે ચૂંદડી ઓઢેલી હતી.નમ્રતાએ મૂંડન કરાવ્યાં બાદ પણ તેમનો કોન્ફિડન્સ ન હતો ગુમાવ્યો, તે દરેક જગ્યાએ આત્મવિશ્વાસથી સભર જોવા મળતી હતી. કહેવાય છે કે, નમ્રતાએ તિરૂપતિ બાલાજીમાં તેમને પતિ અને બાળકો માટે માનતા રાખી હતી, જેથી તેમણે વાળ ઉતરાવ્યાં હતા.

નમ્રતા મહેશ બાબુની પત્ની પૂર્વ મિસ ઇન્ડિયા અને બોલિવૂડ એક્ટ્રેસ રહી ચૂકી છે. મહેશ બાબુ સાથે અફેર બાદ નમ્રતાએ ફિલ્મ કરિયર છોડી દીધી હતી. કહેવાય છે કે, મહેશ બાબુ ન હતા ઇચ્છતા કે તેમની પત્ની ફિલ્મમાં કામ કરે.

નમ્રતાએ પતિના પ્રેમ અને પરિવારના સુખ માટે તેમની સૌથી પ્યારી ચીજનો ત્યાગ કરી દીધો હતો. ફિલ્મમાં તેમના કામની ખૂબ પ્રશંસા થતી હતી.

 

You cannot copy content of this page