Only Gujarat

Bollywood FEATURED

એક સમયે સીદીસાદી ભોળી દેખાતી ‘તારક મહેતા..’ની સોનુ હવે લાગી રહી છે હોટ

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને 12 વર્ષ થયા બાદ પણ સતત લોકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. આ 12 વર્ષોમાં તેના ઘણા કેરેક્ટર કરતા એક્ટર-એક્ટ્રેસ આવ્યા અને ગયા. પરંતુ શોની લોકપ્રિયતા અકબંધ રહી. શોમાંથી વિદાય લેનારાઓમાં સોનૂનો રોલ કરનાર એક્ટ્રેસ પણ સામેલ છે. સૌપ્રથમ આ રોલ ઝીલ મહેતા કરતી હતી, જેના ગયા બાદ આ રોલ નિધિ ભાનુશાલી કરવા લાગી હતી.


સૌપ્રથમ સોનુનો રોલ કરતી ઝીલ મેહતાએ માત્ર 4 વર્ષ બાદ શો છોડી દીધો હતો. જે પછી નિધિ ભાનુશાલીની એન્ટ્રી થઈ હતી. નિધિએ ઘણા ઓછા સમયમાં દર્શકોના દિલમાં પોતાની માટે ખાસ સ્થાન બનાવી લીધું. 6 વર્ષ સુધી શોમાં આત્મારામ ભિડે અને માધવી ભીડેની દીકરી સોનુ એટલે કે સોનાલિકાનો રોલ કરી તેણે સારી એવી ફેન ફોલોઈંગ બનાવી લીધી છે.


નિધિએ 2012માં ઝીલ મેહતાને રિપ્લેસ કરતા સોનુનો રોલ કરવાની શરૂઆત કરી હતી. 2019માં નિધિ ભાનુશાલીએ શો છોડી દીધો અને તેને પલક સિધવાનીએ રિપ્લેસ કરી. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનો રોલ છોડવાનો નિર્ણય નિધિએ હાયર સ્ટડીઝ પર ધ્યાન આપવા માટે કર્યો હતો. એક અહેવાલ અનુસાર, તે મુંબઈની એક કોલેજથી બીએ કરી રહી છે.


ઘણી સ્ટાઈલિશ છે નિધિઃ વાસ્તવિક જીવનમાં નિધિ ઘણી સ્ટાઈલિશ અને સુંદર છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની એકથી એક ગ્લેમરસ તસવીરો છે, જેની પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ જોઈ શકાય છે.


શોમાંથી બહાર થયા બાદ પણ નિધિ સોશિયલ મીડિયા પર અપડેટ્સ આપતી રહે છે. અમુક મહિના અગાઉ તેણે સેપ્ટમ પિયર્સિંગ કરાવી હતી, જે ફેન્સને ઘણી ગમી હતી. સેપ્ટમ પિયર્સિંગ એટલે નાકના બંને છેદની વચ્ચેના સ્થાને છીદ્ર કરાવી જ્વેલરી પહેરવું.


ગાવાનો છે શોખઃ નિધિને ગાવાનો શોખ છે અને તે ઈંગ્લિશ ગીતો પણ ગાતી જોવા મળે છે આ ઉપરાંત તે પેન્ટિંગ પણ સારી રીતે કરી શકે છે. તેણે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતે પેન્ટિંગ કરતી હોય તે સમયની તસવીરો શેર કરી હતી.


નિધિ ભાનુશાલી જૂના ટપુડો એટલે કે ભવ્ય ગાંધીની ખાસ મિત્ર છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.

નિધિ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડિરેક્ટર માલવ રાજડાની પત્ની પ્રિયા સાથે ખાસ નિકટતા ધરાવે છે. પ્રિયાના સીમંત સમયે તથા તેણે દીકરાને જન્મ આપ્યો ત્યારે નિધિ પણ જોવા મળી હતી.

નિધિ આજે પણ સિરિયલના કલાકારો સાથે સંપર્કમાં છે અને તમામ સાથે અવાર-નવાર વાતો કરતી હોય છે.

You cannot copy content of this page