Only Gujarat

Bollywood

‘તારક મહેતા…’ની અભિનેત્રીએ શૉના ડિરેક્ટર સાથે લગ્નના 8 વર્ષ બાદ આપ્યો હતો પુત્રને જન્મ

મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોના સંકટ વચ્ચે સામાન્ય લોકોની જેમ જ ટીવી અને બોલિવૂડ સેલેબ્સ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યાં છે. ઘણા સેલેબ્સ પોતાના ઘરે જ ગણપતિ ઉત્સવ સેલિબ્રેટ કરી રહ્યાં છે. તેમણે પોતાના ઘરમાં જ ગણેશની સ્થાપ્ના કરી છે. આ દરમિયાન ટીવીના લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રિપોર્ટરનો રોલ કરતી પ્રિયા આહૂજાએ પણ પોતાના 8 મહિનાના લાડકવાયા સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી. તેમણે પોતાના ઘરે જ ગણપતિની સ્થાપ્ના કરી છે. આ સંબંધિત તસવીરો એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં માતા-દીકરા વચ્ચેની બોન્ડિંગ જોવા લાયક છે.

પ્રિયાએ દીકરા સાથેની તસવીરના કેપ્શનમાં લખ્યું કે,‘હેપ્પી ગણેશ ચતુર્થી.’ દીકરા અરદાસની સાથે બાપ્પાની આરતી બાદ એક્ટ્રેસ પ્રિયા પોઝ આપતી જોવા મળી હતી. આ સમયે તેનો પતિ પણ સાથે હતો. પ્રિયા સફેદ કલરના સૂટ અને લાલ કલરના દુપટ્ટા સાથે જોવા મળી હતી. જ્યારે દીકરો ચેક શર્ટમાં જોવા મળ્યો. તેણે દીકરાને મોદક ખવડાવતી તસવીર પણ શેર કરી હતી.

27 નવેમ્બર 2019ના રોજ પ્રિયાએ દીકરાને જન્મ આપ્યાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રિયાએ તે સમયે દીકરાની તસવીર શેર કરતા લખ્યું હતું કે-‘અમારા ઘરે એક નવા સભ્યનું આગમન થયું છે. દીકરાનો જન્મ થયો. અમે ઘણા ખુશ છીએ.’

પ્રિયા 8 વર્ષ બાદ માતા બની હતી. તે એક ક્ષણ માટે પણ દીકરાને પોતાનાથી દૂર જોવા માગતી નથી. ઉલ્લેખનીય છે કે, પ્રિયાની સેટ પર જ ડિરેક્ટર માલવ સાથે મિત્રતા થઈ અને પછી પ્રેમ થયો. બંનેએ 19 નવેમ્બર 2011માં લગ્ન કર્યા હતા. પ્રિયા આહૂજા અત્યારસુધીમાં ‘હૉન્ટેડ નાઈટ્સ’ અને ‘છજ્જે-છજ્જે કા પ્યાર’ જેવા ટીવી શોઝમાં જોવા મળી ચૂકી છે. તાજેતરમાં જ પ્રિયાએ દીકરા અરદાસનો 8 મહિના પૂર્ણ થવા પર બર્થ-ડે ઉજવ્યો હતો. તે દીકરાનો દર મહિને બર્થ-ડે સેલિબ્રેટ કરે છે.

You cannot copy content of this page