Only Gujarat

Bollywood

સૈફ કરીના સાથે લગ્ન કરતો હતો ત્યારે પહેલી પત્નીની આવી હતી યાદ પછી…..

મુંબઈઃ ભારતમાં અનલોક – 1 લાગૂ છે. ત્યારે મુંબઈમાં ફિલ્મ, વેબ સિરીઝ અને ટીવી સિરિયલના શૂટિંગ નિયમો સાથે શરૂ થઈ ગયા છે. એવામાં સોશિયલ મીડિયામાં સેલેબ્સ સાથે જોડાયેલા અનેક ફોટો, વીડિયો અને કિસ્સા શેર થઈ રહ્યા છે. આ દરમિયાન સૈફ અલી ખાનનો એક જૂનો ઇન્ટર્વ્યૂ વાઇરલ થયો છે. આ ઇન્ટર્વ્યૂમાં સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન અને અમૃતા સિંહ વિશે વાત કરી હતી.

સૈફ અલી ખાન થોડાં વર્ષો પહેલાં કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં આવ્યા હતાં. જેમાં સૈફ અલી ખાને તેમની લાઇફના સિક્રેટ શેર કર્યા હતાં.

સૈફ અલી ખાને કરણને જણાવ્યું હતું કે, ‘લગ્નના દિવસે તેમણે અમૃતા સિંહને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમની પહેલી પત્ની અમૃતા સિંહને આગળની લાઇફ માટે શુભેચ્છાઓ આપી હતી. અમૃતા પાસે આ પત્ર મોકલ્યા પહેલાં સૈફે આ લેટર કરીનાને પણ વંચાવ્યો હતો.’

સૈફ અલી ખાને ‘કોફી વિથ કરણ’માં તે પણ જણાવ્યું કે, કરીના ખૂબ જ સપોર્ટીવ છે અને તેણે કહ્યું હતું કે, આ લેટર અમૃતા સિંહને મોકલે.’

સૈફ અલી ખાને તેમના કરતાં 10 વર્ષ નાની કરીના સાથે 16 ઓક્ટોબર 2012માં લગ્ન કર્યા હતા. કરીના પહેલાં સૈફ અલી ખાને તેમના કરતાં 13 વર્ષ મોટી એક્ટ્રસ અમૃતા સિંહ સાથે 1991માં લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને અમૃતા સિંહ 13 વર્ષ સાથે રહ્યા હતા. જે પછી બંનેએ 2004માં છૂટાછેડા લીધા હતા.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પહેલી મુલાકાત ફિલ્મ ‘દિલ્લગી’ના સેટ પર થઈ હતી. બંને એક ફોટોશૂટના કામથી મળ્યા હતાં. અમૃતાએ જણાવ્યા મુજબ, ફોટોશૂટ દરમિયાન જ્યારે સેફે અમૃતાના ખભા પર હાથ મૂક્યો ત્યારે તેમણે સૈફને ગુસ્સામાં સામે જોયું હતું. કેમ કે, તે સમયે સૈફ અલી ખાન બોલિવૂડમાં નવા હતા અને અમૃતા ખૂબ જ સિનીયર હતી.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહે 3 મહિના ડેટ કર્યા પછી 1991માં સીક્રેટ લગ્ન કર્યા હતા, કેમ કે, બંનેની ઉંમરમાં વધું અંતર હોવાથી તેમના પરિવારના લોકોના રિએક્શનના ડરથી આ નિર્ણય કર્યો હતો.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના જણાવ્યા મુજબ, લગ્નના 2 દિવસ પહેલાંથી જ નક્કી કર્યું હતું કે તેમણે જિંદગીભર સાથે રહેવાનું છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહને બે સંતાન દીકરી સારા અને દીકરો ઇબ્રાહિમ છે. અમૃતા સિંહ સાથે છૂટાછેડા પછી સૈફ અલી ખાને 3 વર્ષ સુધી સ્વિસ મોડેલ રોસા કૈટલાનોને ડેટિંગ કર્યું પણ તે રિલેશન લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને બંનેના બ્રેકઅપ થયું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page