Only Gujarat

Bollywood FEATURED

7 વર્ષ અફેર ને 4 વર્ષ થયા લગ્ન ને શાહિદની આ એક્સ ગર્લફ્રેન્ડ છે પ્રેગ્નન્ટ, આમ બતાવ્યો બેબી બમ્પ

મુંબઈ: શાહિદ કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કહેવાતી એક્ટ્રેસ અમૃતા રાવે લગ્ન બાદ એક તરફ પોતાની પર્સનલ લાઈફને ફિલ્મો અને ગ્લેમરની દુનિયાથી ખૂબ જ દૂર રાખી છે. હવે ફરી એકવાર વિવાહની આ અભિનેત્રી ચર્ચામાં આવી ગઈ છે. જેનું કારણ તેની પ્રેગનેન્સી છે. કરીના કપૂર, અનુષ્કા શર્મા જેવી અભિનેત્રીઓની લિસ્ટમાં અમૃતા પણ સામેલ થઈ ગઈ છે, જે જલ્દી જ માતા બનવાની છે.

અમૃતાના પ્રેગનેન્ટ હોવાની ખબર પર મહોર ત્યારે લાગી જ્યારે તેને ખારમાં એક ક્લિનિકની બહાર બેબી બંપમાં જોવા મળી. આ દરમિયાન તેનો પતિ પણ તેની સાથે હતો.

જી હા, અમૃતા અને આર.જે. અનમોલ લગ્નના ચાર વર્ષ બાદ પહેલી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને બંને એક ડૉક્ટરના ક્લિનિકની બહાર સાથે નજર આવ્યા હતા. ક્લિનિકની બહાર લેવામાં આવેલી એક તસવીર સામે આવી છે, જેમાં અમૃતાનો બેબી બંપ સાફ દેખાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, અમૃતા અને અનમોલના લગ્ન વર્ષ 2016માં લગભગ 7 વર્ષ ડેટ કર્યા બાદ થયા હતા. આ લગ્ન ખૂબ જ ગુપચુપ રીતે થયા જેમાં બસ ઘરના કેટલાક લોકો અને મિત્રો જ સામેલ થયા હતા.

અભિનેત્રીની સાથે જોડાયેલા એક નજીકના સૂત્રના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાની જિંદગીના આ તબક્કાને માણી રહી છે. જો કે, અનેક લોકોને તેની પ્રેગનેન્સીની ખબર નથી, પરંતુ તેની નજીકના લોકોને તેની જાણકારી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, લૉકડાઉન પહેલા જ તે પ્રેગનેન્ટ થઈ હતી. અમૃતા અને અનમોલ બંને પોતાની જિંદગીને પ્રાઈવેટ રાખીને જીવવાનું પસંદ કરે છે.

જણાવી દઈએ કે અમૃતાએ ફિલ્મ અબ કે બરસથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, જે વર્ષ 2002માં રિલિઝ થઈ હતી. જો કે, અમૃતાને સૌથી વધુ પસંદ ઈશ્ક-વિશ્ક અને વિવાહમાં કરવામાં આવી હતી. આ ફિલ્મોમાં શાહિદ કપૂરની સાથે અમૃતા રાવની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

ફિલ્મ ઈશ્ક-વિશ્કમાં શાહિદ અને અમૃતાને લઈને કહેવામાં આવી છે કે બંને આ દરમિયાન એકબીજાની નજીક આવી ગયા હતા અને અફેરની ખબરો મીડિયામાં આવવા લાગી હતી.

You cannot copy content of this page