Only Gujarat

Bollywood FEATURED

કાજોલ-શાહરુખનો નાનકડો ‘દીકરો’ હવે થઈ ગયો 27 વર્ષનો, લાગે છે એકદમ હેન્ડસમ

મુંબઈઃ શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં તેમના દીકરાનો રોલ પ્લે કરનાર ચાઇલ્ડ આર્ટિસ્ટ જિબરાન ખાન દરેક લોકોને યાદ હશે. અત્યારે જિબરાન ખાન લાઇમલાઇટમાં છે. ક્યૂટ દેખાતો બાળક હવે મોટો થઈ ગયો છે અને હેન્ડસમ છે. ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં તેમણે કૃષનો રોલ પ્લે કર્યો હતો. 4 ડિસેમ્બરે 27 વર્ષનો થયેલો જિબરાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણાં ફોટો શેર કર્યાં છે. પોતાના બર્થડેના અવસરે તેમણે ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘હું કોઈ બીજી જગ્યાએ જઈ શકતો નથી, મારું નામનો દિવસ, હેપ્પી બર્થડે ટુ મી.’ ઉલ્લેખનીય છે કે, જિબરાન અત્યારે એક્ટિંગથી દૂર છે પણ ફિલ્મોથી દૂર નથી.

જિબરાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે અને ઘણી ફિલ્મોમાં રોલ માટે તેમણે ઓડિશન પણ આપ્યું છે.

તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તે સારા રોલની શોધમાં છે.’ તેમનું કહેવું છે કે, ‘જેવો તેમને સારો રોલ ઑફર થશે તે એક્ટિંગ પણ કરી લેશે.’

કદાચ ઘણાં ઓછા લોકો જાણતાં હશે કે, જિબરાન બોલિવૂડ દિગ્ગજ એક્ટર ફિરોઝ ખાનના દીકરા છે.

ફિરોઝ ખાન તે એક્ટર છે જેમણે ટીવી સિરિયલ ‘મહાભારત’માં અર્જુનનો રોલ પ્લે કર્યો હતો. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે.

જોકે, તે ક્યારેય પોતાના પિતાનું નામ કામ માટે ઉપયોગ કરવા માગતાં નથી. તેમણે ખુદ આ વાતને ઇન્ટરવ્યૂમાં કહી હતી કે, ‘તે પિતાથી મળેલું કામ ક્યારેય કરશે નહીં.’

તેમનું કહેવું છે કે, ‘તે પોતાના દમ પર નામ કમાવવા માગે છે. પોતાના દમ પર કંઈક પણ મેળવવું શાનદાર હોય છે.’

જિબરાને કરણ જૌહર પાસે તેમને રોલ આપવા માટે એપ્રોચ કર્યો હતો, પણ કરણે તેમને એવું કહી ના પાડી દીધી હતી કે, ‘અત્યારે તેમનો ચહેરો મેચ્યોર નથી.’

અત્યારે તે ‘બ્રહ્માસ્ત્ર’માં પડદા પાછળ કામ કરી રહ્યો છે. તે માર્શલ આર્ટ્સ, કથક અને ઘોડેસવારીની ટ્રેનિંગ લઈ ચૂક્યો છે. તે શામક ડાવરના ડાન્સ સ્ટૂડિયોમાં પણ ડાન્સ શીખ્યા પછી તેમણે ટ્રેનર તરીકે કામ કર્યું છે.

You cannot copy content of this page