Only Gujarat

Bollywood

આ વાતથી ગુસ્સામાં આવીને અમિતાભની આ સેક્સી એક્ટ્રેસે છોડી’તી ઈન્ડસ્ટ્રી

મુંબઈઃ 29 વર્ષ પહેલાં વર્ષ 1991માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘હમ’ના પોપ્યુલર ગીત ‘જુમ્મા ચુમ્મા’ની એક્ટ્રસ કિમી કાટકર ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે. કિમી કાટકર છેલ્લીવાર વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘ઝુલ્મ કી હુકુમત’માં જોવા મળી હતી. આ પછી તે ફિલ્મોમાં જોવા મળ્યાં નથી. બોલિવૂડમાં બોલ્ડ ઇમેજ માટે ઓળખાતી કિમીના કરિયરની શરૂઆત વર્ષ 1985માં આવેલી ફિલ્મ ‘પત્થર દિલ’થી કરી હતી. આ દરમિયાન તેમની ઉંમર માત્ર 20 વર્ષની હતી. જોકે, તેમને ઓળખ આ જ વર્ષે આવેલી એક અન્ય ફિલ્મ ‘ટાર્ઝન’થી મળી હતી. ‘ટાર્ઝન’માં કિમીની ઓપોઝિટ હેંમત વિર્જે હતાં. ફિલ્મમાં બોલ્ડ સીને કિમીને ખૂબ ઓળખ અપાવી હતી.

ફિલ્મમાં કિમી કાટકરે એટલા બોલ્ડ સીન આપ્યાં કે તેમની ઇમેજ એક બોલ્ડ હીરોઈન તરીકેની બની ગઈ હતી. આ ફિલ્મ પછી કિમી કાટકરને ઘણી ફિલ્મોમાં કામ મળ્યું.

11 ડિસેમ્બર 1965માં જન્મેલી કિમી કાટકરે આ પછી ‘વર્દી’, ‘મર્દ કી જુબાન’, ‘મેરા લહૂ’, ‘દરિયા દિલ’, ‘હમ’, ‘ગૈર કાનૂની’, ‘જૈસી કરની વૈસી ભરની’, ‘શેરદિલ’ અને ‘ઝુલ્મ કી હુકૂમત’ સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

કિમી કાટકરે જેટો સમય પણ ફિલ્મી દુનિયામાં રહી તેમની છાપ એક બિન્દાસ એક્ટ્રસની રહી હતી. વર્ષ 1992 પછી તે અચાનક ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ હતી. કિમીએ બોલિવૂડ એક્ટ્રસ સાથે થનારા શોષણને આધાર બનાવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

કિમી કાટકરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીત પસંદ નહોતી આવી હતી. તેમણે બોલિવૂડને અલવિદા કહેતાં પહેલાં કહ્યું હતું કે, ‘હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી હેરાન થઈને જઈ રહી છું અને એક્ટિંગથી પણ કંટાળી ગઈ છું.’

કિમીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રસ સાથે થતાં શોષણ પર સવાલ ઊઠાવ્યા હતાં. કિમીએ એમ પણ કહ્યું હતું કે, ‘ફિમેલ સ્ટાર્સ કરતાં અહીં મેલ સ્ટાર્સને વધારે ઇજ્જત આપવામાં આવે છે. આ ભેદભાવને લીધે તે બોલિવૂડને અલવિદા કહી રહી છે.’

આ પછી કિમી કાટકરે પુણેના એક એડ ફિલ્મમેકર અને ફોટોગ્રાફર શાંતનુ શ્યોરે સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્ન પછી તેમણે બોલિવૂડને અલવિદા કહી દીધું હતું અને ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વસી ગયાં હતાં.

ઘણાં વર્ષો સુધી ત્યાં રહ્યાં પછી હવે કિમી કાટકર પાછી આવી છે અને પતિ શાંતનુ અને એક દીકરા સિદ્ધાર્થ સાથે પુણેમાં રહે છે. ક્મી ક્યારેક મુંબઈ આવતી જતી રહે છે.

કિમી કાટકરે તેમના 7 વર્ષના કરિયરમાં લગભગ 45થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. જેમાં ‘દોસ્તી દુશ્મની’, ‘મર્દ કી જુબાન’, ‘પાંચ પાપી’, ‘જલજલા’, ‘સોને પે સુહાગા’, ‘તોહફા મોહબ્બત કા’, ‘મુલ્ઝિમ’, ‘ઇન્તકામ’, ‘ધર્મયુદ્ધ’, ‘દરિયાદિલ’, ‘તમાચા’, ‘રામા ઓ રામા’, ‘મેરી જુબાન’, ‘આજ કા શહેનશાહ’, ‘કાલા બજાર’, ‘કહા હૈ કાનૂન’, ‘ગૈરકાનૂની’, ‘જૈસી કરની વૈસી ભરની’, ‘ગોલા બારૂદ’, ‘આગ સે ખેલેંગે’, ‘તેજા’, ‘જિમ્મેદાર’, ‘હમસે ના ટકરાના’, ‘રોટી કી કિંમત’, ‘તકદીર કા તમાશા’, ‘ખૂન કા કર્ઝ’, ‘નંબરી આદમી’, ‘હમ’, ‘હમલા’, ‘સિરફિરા’ અને ‘સિયાસત’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page