Only Gujarat

Bollywood FEATURED

મળો, અક્ષય કુમારની સાળીને, ભાગ્યે જ જોવા મળે છે જાહેર જીવનમાં, બે સંતાનોની છે માતા

મુંબઈ: અક્ષય કુમારની સાળી અને ટ્વિંકલ ખન્નાની નાની બહેન રિંકી 43 વર્ષની થઈ ગઈ છે. 27 જુલાઈ, 1977ના મુંબઈમાં જન્મેલી રિંકી ખન્નાએ પણ બહેન ટ્વિંકલની જેમ બોલીવુડમાં એન્ટ્રી કરી પરંતુ તે સફળ ન થઈ. રિંકીએ જ્યારે બોલીવુડમાં પગ મૂક્યો ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. રિંકીનું બોલીવુડ કરિયર નાનુ રહ્યું. રિંકીએ ચાર વર્ષના કરિયરમાં લગભગ 9 ફિલ્મોમાં કામ કર્યું. જો કે જ્યારે ફિલ્મોમાં સફળતા ન મળી તો તેણે ઘર વસાવવાનો નિર્ણય કર્યો.

રિંકી ખન્ના છેલ્લે ફિલ્મ ‘ચમેલી’માં નજર આવી હતી. જે બાદ તેણે ફેબ્રુઆરી, 2003માં બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ રિંકીએ બોલીવુડને અલવિદા કહી દીધું

લગ્ન બાદ તે લંડનમાં સેટલ થઈ ગઈ અને દોઢ વર્ષ બાદ એટલે કે ઑક્ટોબર, 2004માં તે માતા બની અને દીકરી નાઓમિકાને જન્મ આપ્યો. જે બાદ 2013માં તેણે એક દીકરાને જન્મ આપ્યો.

રિંકીએ વર્ષ 1999માં આવેલી ફિલ્મ ‘પ્યાર મે કભી કભી’થી બોલીવુડમાં એન્ટ્રી કરી. જેના માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ઝી સિને અવૉર્ડ પણ મળ્યો. જે બાદ તે ગોવિંદા અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા રહતા હૈ’માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી.

જે બાદ રિંકીએ ‘મુઝે કુછ કહેના હૈ’માં પણ સપોર્ટિંગ રોલ કર્યો. વર્ષ 2003માં તેણે છેલ્લી વાર ફિલ્મ ‘ચમેલી’માં કામ કર્યું. રિંકી ખન્ના ના માત્ર મોટા પડદાથી દૂર છે, પરંતુ તે લાઈમલાઈટમાં પણ નથી રહેતી.

રિંકી પોતાની પર્સનલ લાઈફને લઈને ક્યારેય સમાચારોમાં નથી રહેતી. એટલું જ નહીં, તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે પણ નથી જોડાયેલી.

ઉલ્લેખનીય છે કે ફિલ્મોમાં આવતા પહેલા રિંકીનું નામ રિંકલ હતું. તેમના પેરેન્ટ્સે બંને દીકરીઓના નામ ટ્વિંકલ અને રિંકલ રાખ્યા હતા. જો કે બાદમાં રિંકલે પોતાનું સ્ક્રીન નેમ બદલીને રિંકી કરી નાખ્યું.

ગયા વર્ષે રિંકી પોતાની દીકરી નાઓમિકા સરન, માતા ડિંપલ કાપડિયા અને બહેન ટ્વિંકલ ખન્ના સાથે નજર આવી હતી. રિંકીની દીકરી નાઓમિકા સરન હવે 16 વર્ષની થઈ ચુકી છે. તો તેનો દીકરો 7 વર્ષનો છે.

રિંકીએ પોતાના કરિયરમાં ‘પ્યાર મે કભી કભી’, ‘જિસ દેશ મેં ગંગા રહતા હૈ’, ‘મુઝે કુછ કહેના હૈ’, ‘મજનૂં’, ‘યે હૈ જલવા’, ‘પ્રાણ જાએ પર શાન ન જાએ’, ‘ઝંકાર બીટ્સ’ અને ‘ચમેલી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

માસી ટ્વિંકલ ખન્ના અને નાની ડિમ્પલ કાપડિયા સાથે રિંકીની દીકરી નાઓમિકા સરન.

You cannot copy content of this page