Only Gujarat

Bollywood

એક પછી એક ફિલ્મ થવા લાગી ફ્લોપ તો એક્ટરે NRI પ્રેમિકા સાથે લગ્ન કરીને માંડ્યો સંસાર

મુંબઈ: બોલીવુડ અભિનેતા જુગલ હંસરાજ 48 વર્ષના થઈ ગયા છે. 26 જુલાઈ, 1972ના રોજ મુંબઈમાં જન્મેલા જુગલે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘માસૂમ’ (1983)થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તે અનેક ફિલ્મોમાં જોવા મળ્યા પરંતુ હીરો તરીકે તેણે પહેલી ફિલ્મ ‘પાપા કહતે હૈ’ (1996) કરી. જો કે, તેને ઓળખ ‘મોહબ્બતેં’ (2000)થી મળી. ચૉકલેટી બૉય કહેવાતા જુગલની આ પહેલી ફિલ્મ હિટ ફિલ્મ હતી. આ મલ્ટી સ્ટારર બાદ તેઓ કોઈ જ હિટ ફિલ્મ ન આપી શક્યા અને તેમનું કરિયર લગભગ ખતમ થઈ ગયું.

વર્ષ 2014માં તેણે પોતાની NRI ગર્લફ્રેન્ડ જૈસ્મીન ધિલ્લોન સાથે લગ્ન કરી લીધા. જુગલ અને જૈસ્મીનના લગ્ન ઑકલેન્ડમાં થયા. પ્રાઈવેટ સેરેમનીમાં થયેલા લગ્નમાં ખૂબ જ ઓછા લોકો હતા.

જુગલ હંસરાજના લગ્નની વાત ત્યારે ખબર પડી હતી ત્યારે, તેના મિત્ર ઉદયે ટ્વિટર પર લખ્યું હતું કે, મારા મિત્ર જુગલ હંસરાજ મિશિગન(ઓકલેન્ડ)માં જૈસ્મીન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ નવા કપલ માટે હું સુખમય જીવનની કામના કરું છું.

જુગલની પત્ની ન્યૂયૉર્કમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે. જુગલ અને જૈસ્મીનનો એક દીકરો છે જેનું નામ સિદક છે.

જુગલ હંસરાજ ફિલ્મો છોડીને કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મામાં કામ કરે છે. જુગલ અહીં ક્રિએટિવ ટીમ સાથે સ્ક્રિપ્ટ સિલેક્શનનું કામ જુએ છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે કરણ અને જુગલ ખૂબ જ સારા મિત્રો છે. બંનેને ખૂબ જ ભળે છે.

શાહરુખ-કાજોલની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના ટાઈટલ સૉન્ગની કેટલીક લાઈન્સ જુગલે લખી હતી.

કરણ અને જુગલ નાઈટ આઉટમાં ગયા હતા. જે દરમિયાન તેમણે આ ગીત લખ્યું હતું. જો કે, બાદમાં તેના પર કામ કરવામાં આવ્યું અને તે ફિલ્મનું ટાઈટલ ટ્રેક બન્યું.

બાળ કલાકાર તરીકે આવા દેખાતા હતા જુગલ.

You cannot copy content of this page