Only Gujarat

FEATURED National

કોરોનાની ‘દેશી’ રસી પર એક દિવસમાં આવશે બે-બે ગુડ ન્યૂઝ

કોરોના વાયરસની રસી મામલે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓડિશાના ભુવનેશ્વરમાં ICMR-ભારત બાયોટેકના કોવાક્સિન(Covaxin)ની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. કોવાક્સિન અમુક સિલેક્ટેડ લોકોને લગાવવામાં આવી હતી, જેઓ પરિક્ષણ માટે સામેથી આવ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેઓ “એકદમ ઠીક” છે. જ્યારે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) બીસીજી રસીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. બાયોટેકનોલોજી વિભાગ (DBT) અનુસાર, આશરે છ હજાર આરોગ્ય કર્મચારીઓ અને વધુ જોખમનો સામનો કરનારાઓએ ટ્રાયલ માટે નોંધણી કરાવી છે.

શું કોરોના સામે પ્રતિરક્ષા વધારી શકે RBCG?
કોરોના વાયરસથી સૌથી વધારે જોખમનો સામનો કરી રહેલાં મોટી ઉંમરનાં લોકો, અન્ય જટિલ બિમારીઓ સામે ઝઝૂમી રહેલાં દર્દીઓ અને મેડિકલ કર્મચારીઓમાં સંક્રમણ અને તેનાં દુષ્પ્રભાવને ઘટાડવામાં BCG Vaccine VPM1002ના પ્રભાવને પરખવા માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરી રહ્યુ છે. આ પરીક્ષણમાં તે જાણ કરી શકાય છેકે, શું કોરોના વાયરસની સામે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવામાં બેકિલસ-કાલમેટ્ટે-ગુયિરિન (RBCG) કારગર છેકે નહીં.

BCG વેક્સિન ઘણી બિમારીઓની સારવારમાં વપરાય છે
ટીબીથી બચાવવા માટે બધાં નવજાત શિશુઓને રાષ્ટ્રીય બાળ રસીકરણ કાર્યક્રમ હેઠળ બીસીજી રસી આપવામાં આવે છે. ક્ષય રોગ બેક્ટેરિયાથી થાય છે અને તેનાંથી મોટાભાગે ફેફસાંમાં અસર થાય છે. ડી.પી.ટી.ના સેક્રેટરી અને બીઆઈઆરએસસીના અધ્યક્ષ, રેણૂ સ્વરૂપએ જણાવ્યું હતું કે બી.જી.સી. એક પ્રમાણિત રસી છે અને તેનું મૂલ્યાંકન એ ક્ષય રોગ સિવાયની બીમારીઓની સારવારમાં વ્યવહારિક અભિગમ છે.

ભુવનેશ્વરમાં પ્રોટોકોલ હેઠળ ટ્રાયલ શરૂ થયું
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા પસંદ કરાયેલા 12 કેન્દ્રોમાંથી એક, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને એસયુએમ હોસ્પિટલમાં બહુ રાહ જોઈ રહેલા BBV152 કોવિડ -19 રસી અથવા કોવાક્સિનનું પરીક્ષણ શરૂ થયું છે. સંસ્થાના અધિકારીએ જણાવ્યું હતું કે આ 12 કેન્દ્રોની પસંદગી પ્રથમ અને બીજા તબક્કાની પ્રક્રિયા માટે કરવામાં આવી છે.

પરીક્ષણ પ્રક્રિયાના મુખ્ય સંશોધક ડો. ઇ. વેંકટ રાવે જણાવ્યું હતું કે, રસી લેવા આગળ આવનારા સ્વયંસેવકોએ સખત સ્ક્રિનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું અને તેમને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ બાદ રસી આપવામાં આવી હતી.

ટ્રાયલ માટે લોકોમાં ભારે ઉત્સાહ છે
રાવે કહ્યું કે પસંદ કરેલા સ્વયંસેવકોને 14 દિવસના ગાળામાં બે ડોઝ આપવામાં આવશે. હોસ્પિટલના કમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર રાવે જણાવ્યું હતું કે પરીક્ષણ માટે આવેલા લોકોમાં ઘણો ઉત્સાહ હતો.

તેમણે કહ્યું કે લોકોનો પ્રતિસાદ ખૂબ ઉત્સાહજનક છે. હજી પણ ઘણા લોકો ટ્રાયલનો ભાગ બનવા આગળ આવી રહ્યા છે.

You cannot copy content of this page