Only Gujarat

National

આ રૂમમાંથી પતિએ હાથ-પગ બાંધીને પત્નીને નીચે ફેંકી દીધી હતી, અંદરની શોકિંગ તસવીરો

એક ખૂબ શોકિંગ બનાવ બન્યો છે. જેમાં પતિએ પોતાની પત્નીના હાથપગ બાંધીને તેને ચોથા માળે આવેલા ફ્લેટમાંથી જીવતી નીચે ફેંકી દીધી હતી. નીચે પછડાયા બાદ પત્નીનું તડપી તડપીને મોત થયું હતું. પતિથી છૂટા પડ્યા બાદ પત્ની તેના લીવ-ઈન પાર્ટનર સાથે રહેતી હતી. જ્યાં પતિએ અમુક સાથીદારો સાથે આવીને હત્યાને અંજામ આપ્યો હતો. પતિએ પત્નીના પ્રેમી પર પણ હુમલો કર્યો હતો, જોકે એ ભાગ જવામાં સફળ થયો હતો.

નોંધનીય છે કે ગઈકાલે આગ્રાના ઓમશ્રી પ્લેટિનમ અપાર્ટમેન્ટના ચોથા માળેથી ફૂડ એન્ડ ફેશન બ્લોગર રિતિકાને ફેંકીને હત્યા કરવામાં આવી હતી. પતિ આકાશ પર હત્યાનો આરોપ છે. રિતિકાનું પોસ્ટમોર્ટમ કરીને લાશ પરિવારને સોંપવામાં આવી છે. રિતિકાના ભાઈ ઉત્કર્ષે કહ્યું હતું કે 2014માં આકાશ તથા રિતિકાના લગ્ન થયા હતા. લગ્ન પછી તે કંઈ કામધંધો કરતો નહોતો. રિતિકા ફિરોઝાબાદની સ્કૂલમાં કામ કરવા લાગી. લગ્ન બાદ આકાશ તેને હેરાન કરવા લાગ્યો હતો.

આકાશની હેરાનગતિથી ત્રાસીને રિતિકા અલગ રહેવા લાગી હતી. અત્યારે તે ફૂડ, ફેશન બ્લોગર તરીકે કામ કરતી હતી. તેમને ખ્યાલ હતો કે રિતિકા હવે વિપુલ સાથે રહે છે. તેણે મોત પહેલાં માતાને ફોન કરીને ગાઝિયાબાદ આવવાની વાત કહી હતી. પરિવાર તેની રાહ જોતો હતો અને તેની હત્યા થઈ હોવાના સમાચાર મળ્યા હતા.

રિતિકાએ અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કર્યોઃ રિતિકાની અંતિમ ઘડીનો વીડિયો સામે આવ્યો છે. રિતિકાને ચોથા માળેથી ફેંક્યા બાદ આકાશ પોતાના સાથી સાથે નીચે આવ્યો હતો. આકાશનો એક સાથી મોબાઇલથી વીડિયો બનાવતો હતો. આકાશે રિતિકાના હાથે બંધાયેલી રસ્સી ખોલી હતી. ત્યારબાદ ગળામાં રહેલો દુપટ્ટો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તે એમ બતાવવા માગતો હતો કે રિતિકાએ આત્મહત્યા કરી છે.

આ વીડિયો મળ્યા બાદ ફોરેન્સિકે પોતાના રિપોર્ટમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે રિતિકા જીવન બચાવવા માટે અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરતી હતી. હત્યાની માહિતી મળતા ફોરેન્સિક ટીમે રિતિકાએ સંઘર્ષ કર્યો તેવા પુરાવા મળ્યા હતા. ફ્લેટનો સામાન વેર વિખેર પડ્યો હતો. વાળ પણ મળ્યા હતા. કુંડું પડેલું મળ્યું હતું. આનાથી અનુમાન લગાવી સકાય છે કે રિતિકાએ બચવા માટે ઘણો જ પ્રયાસ કર્યો હતો.

પૂરી પ્લાનિંગ સાથે આવ્યો હતો આકાશઃ પોલીસ પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે આકાશ પોતાના સાથીઓ સાથે સવારે જ અપાર્ટમેન્ટની બહાર આવી ગયો હતો. તેણે અપાર્ટમેન્ટ પર નજર રાખી હતી. પછી પોતાની સાથે આવેલી મહિલાઓને ઘરે મોકલી હતી. એન્ટ્રી વગર અંદર જવા પર ગાર્ડ મુન્નાએ અટકાવ્યા હતા. ત્યાં આકાશ આવ્યો અને ફ્લેટ નંબર 401ને બદલે 601ની એન્ટ્રી કરી હતી. આકાશે મોબાઇલ નંબર પણ લખાવ્યો અને બધા એક સાથે અંદર ગયા.

ફ્લેટ માલિકને શોધે છેઃ રિતિકા તથા વિપુલ જે ફ્લેટમાં રહેતા હતા તેના મકાન-માલિકને પોલીસ શોધે છે. આ ફ્લેટ 13 હજારનું ભાડું તથા વીજળી બિલ પર ભાડે આપવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે તપાસમાં ફ્લેટના માલિકને પણ સામેલ કરવામાં આવશે.

આગ્રાની હતી રિતિકાઃ રિતિકાના ભાઈએ કહ્યું હતું કે તેઓ મૂળ આગ્રાના મોતીકટરાના છે. પિતા સુરેન્દ્ર સિંહની નોકરીને કારણે 15 વર્ષ પહેલાં ગાઝિયાબાદ શિફ્ટ થયા હતા. રિતિકાના મામા આકાશના ટૂંડલા ગામમાં નજીકમાં રહે છે.

રિતિકાના ભાઈની ફરિયાદના આધારે પાંચ લોકો પર કેસ કરવામાં આવ્યો છે. આકાશ ગૌતમ, બહેનને મેડિકલ ટેસ્ટ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ સીનને રીક્રિએશન કરવામાં આવશે. પુરાવા માટે ફોરેન્સિક ટીમની મદદ માગવામાં આવી છે. આરોપી મહિલાઓ આકાશની બહેન છે કે અન્ય કોઈ તેની તપાસ ચાલુ છે. શરૂઆતની તપાસમાં પ્લાનિંગ સાથે હત્યા કરવામાં આવી હોવાના પુરાવા મળે છે. આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે. આરોપીઓએ પૂછપરછમાં અનેક વાતો કહી છે.

માતાએ દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યાઃ પોસ્ટમોર્ટમ હાઉસમાં રિતિકાની માતાએ રડતાં રડતાં સરકારને સવાલ કર્યો છે કે તેમની દીકરીને ઘરમાં ઘુસીને કેવી રીતે મારી નાખવામાં આવી. દીકરીઓ ક્યાં સુરક્ષિત છે. સરકાર દીકરીઓ સુરક્ષિત હોવાની વાત કરે છે, પરંતુ તેમની દીકરીની ઘાતકી હત્યા થઈ. માતાએ દીકરીના પતિ, ભાઈ, નણદોઈ તથા લિવ ઇન પાર્ટનર વિપુલને દોષિત ગણાવીને ફાંસીની સજાની માગ કરી છે.

માતાએ કહ્યું હતું કે 9 વર્ષ પહેલાં રિતિકા ટૂંડલા સ્થિત મામાના ઘરે ગઈ હતી. અહીંયા બાજુમાં રહેતા આકાશ સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આકાશ સતત ગાઝિયાબાદ આવતો. 2013માં તેણે દીકરીનું અપહરણ કર્યું હતું અને પછી દીકરી જ્યારે મળી ત્યારે તેણે આકાશ સાથે રહેવાની વાત કહી હતી. આકાશ તથા રિતિકા ત્રણ વર્ષ ગાઝિયાબાદ રહ્યા અને પછી આગ્રા આવ્યા. પરિવારના મતે, આગ્રા આવ્યા બાદ આકાશે કામ કરવાનું બંધ કરી દીધું હતું. રિતિકા વિપુલની સ્કૂલમાં નોકરી કરવા લાગી. આકાશ સતત માર મારતો હતો. આ જ કારણે બંનેના સંબંધો ખરાબ થઈ ચૂક્યા હતા. આ વાતનો ફાયદો ઉઠાવીને વિપુલે રિતિકાને ફોસલાવી હતી અને પોતાની સાથે અલગ રહેવા મનાવી લીધી હતી.

રિતિકાની માતાએ કહ્યું હતું કે વિપુલ તથા તેની પત્ની પાસેથી આકાશ બ્લેકમેલિંગ કરીને પૈસા લેતો હતો. રિતિકા જ્યાં પણ છુપાઈને રહેતી, વિપુલ આ વાત આકાશને કહી દેતો હતો. અઢી વર્ષ પહેલાં જ તે અલગ ફ્લેટમાં રહેવા આવી હતી. વિપુલે આ વાતની માહિતી આકાશને આપી હતી. આકાશે રિતિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે વિપુલ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.

ઘટનામાં સામેલ કાજલ તથા કુષ્માએ કહ્યું હતું કે આકાશે તેમને નોકરી ને પૈસાની લાલચ આપી હતી. મહિલાઓ સાથે હોય તો ફ્લેટમાં સરળતાથી એન્ટ્રી મળે છે. આગ્રા પોલીસે આકાશ તથા બે મહિલાઓને જેલમાં ધકેલ્યા છે. ઇન્ડિયન પીનલ કોડની કલમ 302 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. આકાશને આઇ લવ આગ્રા સેલ્ફી પોઇન્ટ પરથી પકડવામાં આવ્યો હતો. કાજલને ટૂંડલા ચૌક ફિરોઝાબાદમાંથી તથઆ કુષમાને ટીડીઆઇ મોલ પાસેથી પકડવામાં આવી હતી. બે ફરાર આરોપીઓએ ચેતન તથા અનવરની શોધખોળ ચાલુ છે. આકાશ પાસેથી એક મોબાઇલ ને 1000 રૂપિયા મળ્યા હતા. ક્રિમિનલ લોયર્સના મતે, આરોપીઓ ઘટના બન્યાના ઘણાં સમય બાદ ઘટનાસ્થળથી દૂર મળી આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી પણ ઘણાં દૂરના છે. આ વાતનો ફાયદો આરોપીઓને મળી જશે.

You cannot copy content of this page