Only Gujarat

Bollywood

બોલિવૂડ સ્ટાર્સે અધવચ્ચે જ છોડ્યો અભ્યાસ કોઈ તો માત્ર છઠ્ઠું ધોરણ પાસ તો કોઈ તો છે અભણ

મુંબઈઃ પ્રશંસકોને હંમેશા પોતાના પસંદગીના બોલીવુડ સિતારાઓની અંગત જિંદગી વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. તેમની રહેણી-કહેણીથી માંડીને તેના સ્કૂલ કૉલેજ વિશે સૌ કોઈ જાણવા માંગે છે. બોલીવુડના અનેક એવા સિતારાઓ છે જેમણે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. તો અનેક સિતારાઓ એવા છે જેમણે કરિયરને પ્રાથમિકતા આપી અને અભ્યાસ વચ્ચે જ છોડી દીધો.

પ્રિયંકા ચોપરાઃ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી નામ કમાનાર દેસી ગર્લ પ્રિયંકા ચોપરા માત્ર 12માં ધોરણ સુધી ભણી છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ સતત તેને મોડેલિંગની ઑફર આવવા લાગી હતી. અભ્યાસ છોડીને તેણે કરિયર પર ફોકસ કર્યું.

કરિશ્મા કપૂરઃ કપૂર ખાનદાન સાથે સંબંધ રાખતી કરિશ્મા કપૂરે છઠ્ઠા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. જે બાદ તે શાળાએ જ ના ગઈ. કરિશ્માએ પોતાના કરિયર પર ધ્યાન આપ્યું. કપૂર ખાનદાનની એ પહેલી છોકરી હતી, જેણે બોલીવુડમાં કદમ રાખ્યા હતા.

આમિર ખાનઃ મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન ફિલ્મોમાં પર્ફેક્ટ છે પરંતુ ભણતરના મામલામાં પાછળ છે. લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હશે પરંતુ આમિર ખાન 12માં ધોરણ સુધી જ ભણ્યા છે. આમિરને તેનો પસ્તાવો છે. તે અનેક ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે તેણે વધુ ભણવું જોઈતું હતું.

કેટરિના કૈફઃ કેટરિના કૈફે 10માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. કેટરીનાએ ખૂબ જ નાની ઉંમરમાં મોડલિંગ શરૂ કરી દીધું હતું. કામના કારણે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો.

બિપાશા બાસુઃ બિપાશા બાસુ અભિનેત્રી નહીં પણ સીએ બનવા માંગતી હતી. જે વચ્ચે તેણે સુપરમૉડલ પ્રતિસ્પર્ધીમાં ભાગ લીધો અને જીતી ગઈ. બિપાશાએ 12મું પાસ કરીને અભ્યાસ છોડી દીધો અને મોડેલિંગમાં ફોકસ કરવા લાગી.

દીપિકા પાદુકોણઃ દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. દીપિકાએ ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ લીધું હતું પરંતુ બાદમાં તેણે કૉલેજ છોડી દીધી. એટલે તે માત્ર 12મું પાસ છે.

You cannot copy content of this page