Only Gujarat

Gujarat

અશ્રુભીની આંખે માતા-પિતાએ વ્હાલસોયી દીકરીના અંતિમ દર્શન કર્યા, ગાર્ડ ઓફ ઓનર અપાયું

સુરતમાં ગઈ કાલ શનિવાર પોતાની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર મહિલા PSI અમિતા જોશીના અંતિમ દર્શન માટે પરિવારજનો અને પોલીસના સાથી કર્મચારીઓ આવ્યા હતા.  અંતિમ સંસ્કાર પહેલાં રવિવારે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ અમિતાના પિતા સહિત પરિવારજનો અમિતાના મૃતદેહને લઈને વતન અમરેલી જિલ્લાના ધારી લઈને જતા રહ્યા હતા. અંતિમ સંસ્કાર સુરતમાં ન કરાયા હતા. અમિતાના સોમવારે ધારીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વ્હાલસોયી દીકરીના દેહ આગળ માતા-પિતાના કરુણ આક્રંદે બધાને ભાવુક કરી દીધા હતા. અંતિમ દર્શન માટે ઉપસ્થિત પોલીસ સ્ટેશનના સાથી કર્મચારીઓની આંખો પણ નમ થઈ ગઈ હતી. ભાંગી પડેલા અમિતા જોશીના માતા-પિતાને સંબંધીઓએ સધિયારો આપ્યો હતો.

સુરતમાં ગઈ કાલે મહિલા PSI અમિતા જોશીએ મેરેજ એનિવર્સરીના દિવસે જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરી લેનાર અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચના PSI હતા અને તેમના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. જો કે તેમની આત્મઘાતી પગલાંથી એકના એક દીકરાએ માતા ગુમાવી દીધી. એવી વાત સામે આવી છે કે, આપઘાત પહેલા પતિ અને પત્ની વચ્ચે મોબાઇલ પર ઝઘડો થયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સુરતના ઉધના પોલીસ મથકની પટેલ નગર પોલીસ ચોકીના ચાર્જમાં રહેલા મહિલા પીએસઆઈ અમિતા જોશીએ પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લેતા પોલીસ બેડમાં સોપો પડી ગયો. પોતાની લગ્નની તિથિએ જ મોતને વહાલું કરનારા મહિલા PSIએ ડાયરીમાં સુસાઈડ નોટ પણ લખી હતી. જો કે તેમણે આ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.

મૂળ અમરેલીના વતની અમિતા જોશીનું દોઢ વર્ષ પહેલા સુરત કંટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં. તેમના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. અમિતા જોશીના આપઘાતના પગલે પાંચ વર્ષના પુત્રએ માતા ગુમાવી દીધી છે.

છેલ્લા સાતેક વર્ષથી પીએસઆઈ તરીકે બજાવતા અમિતા જોશી મૂળ ભાવનગરના ઘોઘાના વતની છે. અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ સુરતમાં પીએસાઈ તરીકે સીધા કન્ટ્રોલમાં ફરજ પર જોડાયા હતા. કન્ટ્રોલમાં નોકરી કર્યા બાદ ચારેક વર્ષથી તેઓ ઉધના પોલીસ મથકમાં કાર્યરત હતાં. હાલ તેમની પાસે પટેલ નગર પોલીસ ચોકીનો પણ વધારાનો ચાર્જ હતો.

અમિતા જોશીના પતિ વૈભવ પણ હાલ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ સચિન પોલીસમાં એમટી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. અમિતાના જોશીના પતિ પહેલા ભાવનગરમાં ફરજ બજાવતા હતાં. પરંતુ છેલ્લા એક વર્ષથી તેમની બદલી સુરત કરવામાં આવી હતી.

અમિતા જોશી સાથે કામ કરનારા સાથી મહિલા કર્મચારીનું માનીએ તો, તેઓ ખૂબ સરળ સ્વભાવના હતાં. હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા હતાં. સાથી કર્મચારીઓને કોઈ મુશ્કેલી હોય તો તેમને પણ મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેમના આપઘાતને લઈને તેમને ઓળખતા લોકો પણ માની શકતા નથી કે આત્મહત્યા કરી હોય.

‘આઈ મિસ યુ’સ્ટેટસ જોતા પતિને શંકા ગઈ
મહિલા PSI અનિતાએ આપઘાત પહેલાં 12 ક્લાક 28 મિનિટે પોતાના સોશિયલ મીડિયા પર સ્ટેટસમાં ‘આઈ.મીસ.યુ’ લખ્યું હતું. લગ્નમાં ભાવનગર ગયેલા પતિને શંકા જતા કોલ કરતાં જવાબ ન મળતા ફાલસાવાડી લાઈન જમાદારે કોલ કરી તપાસ કરવા જણાવ્યું હતું. લાકડાનો દરવાજો તોડીને પ્રવેશ કરીને જોતા PSI મૃત મળી આવ્યા હતા .

ઉલ્લેખનીય છે કે, મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરતા પહેલા ડાયરીમાં સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. જ્યારે તેમણે આ ઘાતક પગલું ભર્યું ત્યારે પરિવારના સભ્યો વતન ભાવનગર ગયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

You cannot copy content of this page