Only Gujarat

FEATURED National

જિંદગીથી ત્રાસી જવાને બદલે 70 વર્ષના આ માજી પરોઠાં બનાવીને કરે છે ગુજરાન, પતિના મોત બાદથી કરે છે આ કામ

જાલંધરઃ એક્ટર અને સિંગર દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર 70 વર્ષીય મહિલાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલા જાલંધરમાં પોતાનું ગુજરાન ચલાવવા પરાઠા વેચતી જોવા મળે છે. જાલંધરના ફગવાડા ગેટ માર્કેટમાં આ મહિલાનું એક સ્ટોલ છે જ્યાં તેને પરાઠા બનાવતા જોઈ શકાય છે.

વૃદ્ધાએ જણાવ્યું કે, તેમના પતિ હવે હયાત નથી. ત્યારથી તે રોજ અહીં ખાવાનું વેચે છે. દિલજીત દોસાંજે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે અપીલ કરી કે, જ્યારે પણ જાલંધર જાવ તો આ મહિલાના હાથે બનેલા પરાઠા ચોક્કસથી ખાજો. આ વૃદ્ધ મહિલાએ કહ્યું કે,‘લોકો મોટી હોટલોમાં હજારો રૂપિયાનું ભોજન કરે છે.

આ લોકો માટે 500-700 રૂપિયા નજીવી વાત છે. અમારી પાસે રોટી પણ સસ્તી છે. દાલ-શબ્જી અને પરાઠા પણ ઘણા સસ્તા છે.’ વીડિયો બનાવનારે આ કામ કરવા પર તેઓ ખુશ છે એવો સવાલ કરતા તેમણે કહ્યું કે,‘શું કરીએ, કરવું જ પડશે ને…’

આ લોકો માટે 500-700 રૂપિયા નજીવી વાત છે. અમારી પાસે રોટી પણ સસ્તી છે. દાલ-શબ્જી અને પરાઠા પણ ઘણા સસ્તા છે.’ વીડિયો બનાવનારે આ કામ કરવા પર તેઓ ખુશ છે એવો સવાલ કરતા તેમણે કહ્યું કે,‘શું કરીએ, કરવું જ પડશે ને…’

એક યૂઝરે ટ્વિટર પર લખ્યું કે,‘આ મહિલાના ચેહરા પર ધીરજ જોવા મળી રહી છે. હોઈ શકે છે કે દિલજીતના પ્રયાસ વડે તેમના પણ ‘અચ્છે દિન’ આવી જાય. આશા છે કે જાલંધરના લોકો દિલ ખોલીને તેમનો સપોર્ટ કરશે.’

તે છેલ્લા 15 વર્ષથી આ નાનકડી દુકાન થકી પોતાના પરિવારની જવાબદારી ઊઠાવી રહ્યાં છે. દિલજીત દોસાંજ ઉપરાંત લોકપ્રિય સિંગર હાર્ડી સંધુ અને એમી વિર્કે પણ 70 વર્ષીય આ મહિલાની કહાણી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તેમણે અપીલ કરી કે લોકો આ મહિલાની સ્ટોલની મુલાકાત લે જેથી તે વૃદ્ધ મહિલાની આવકમાં વધારો થાય. તેઓ પોતે પણ એક દિવસ આ સ્ટોલની મુલાકાત લેશે.

You cannot copy content of this page