Only Gujarat

Bollywood TOP STORIES

રાધિકા મર્ચન્ટના બર્થ-ડે પર અંબાણી પરિવારે આ રીતે કરી હતી ઉજવણી, વીડિયો વાઈરલ

મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ક્લોઝ ફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ ઘણીવાર અંબાણી પરિવાર સાથે જોવા મળે છે. એક અહેવાલ તો એવા આવ્યા હતા કે અનંત અંબાણી વહેલી તકે રાધિકા સાથે સગાઈ કરી શકે છે. આ દરમિયાન અંબાણી પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો આમ તો એક વર્ષ જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ વીડિયો અનંત અંબાણી ખાસ મિત્ર રાધિકા મર્ચન્ટનો બર્થ-ડે સેલિબ્રેટ કરતો જોવા મળી રહ્યો છે. આ સમયે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત, આકાશ અને ઈશા તથા તેમના દાદી કોકિલાબેન અંબાણી પણ ત્યાં હાજર હતા. વીડિયોમાં રાધિકા મર્ચન્ટ કેક કાપતી જોવા મળી રહી છે.

રાધિકા કેક કાપીને વારા ફરતે બધાને કેક ખવડાવતી જોવા મળે છે. આ દરમિયાન અંબાણી પરિવાર ઘણો ખુશ જોવા મળી રહ્યો છે. રાધિકાના બર્થ-ડે માટે આ કેક ખાસ બનાવડાવવામાં આવ્યું હતું.

એક અહેવાલ અનુસાર, રાધિકાનો બર્થ-ડે લંડનમાં સેલિબ્રેટ કરવામા આવ્યો. અંબાણી પરિવારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે, જેને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાધિકા ‘એંકર હેલ્થકેર’ના સીઈઓ અને વાઈસ ચેરમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. અનંત અને રાધિકાની સગાઈના અહેવાલ ઘણા સમયથી સામે આવી રહ્યાં છે. જોકે તેની પૃષ્ટિ થઈ નથી.

You cannot copy content of this page