Only Gujarat

Bollywood TOP STORIES

ભાઈજાન સલમાનના જીમમાંથી નીકળ્યો કિંગ કોબરા, ઘરની આસપાસ ફરે છે જંગલી જાનવરો

મુંબઈઃ કોરોનાના કારણે હાલ સામાન્ય લોકોથી લઇને સેલિબ્રિટઝ બધા જ ઘરમાં બંધ છે. તમામ પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યાં છે. તો સલમાન ખાન પણ આ સમયે પોતાના પનવેલના ફાર્મહાઉસમાં સમય વિતાવી રહ્યાં છે. સલમાનની સાથે તેની બહેન અર્પિતા, બનેવી આયુષ શર્મા, ભાણેજ આહિલ, ભાણી આયત અને ભત્રીજો નિર્વાણ છે. સલામાન હાલ ઇન્સ્ટાગ્રામ પર વીડિયોઝ અને ફોટોઝ શેર કરતાં રહે છે. હાલમાં જ સલમાનના ફાર્મ હાઉસમાંથી કેટલીક ચોંકાવનારી ઘટના જાણવા મળી. આ ઘટનાને કારણે સલમાન ખુબ જ ડરેલા છે.

સલમાનના પનવેલ ફાર્મહાઉસમાં જે જીમ છે ત્યાંથી કિંગ કોબરા નીકળ્યો હતો. આ સિવાય ફાર્મહાઉસની આસપાસ જંગલી જાનવરો પણ જોવા મળે છે. સલમાનનું આ ફાર્મહાઉસ જંગલ વચ્ચે છે, જેના કારણે અહીં જગલી જાનવર આસપાસ રહે છે. આ અંગે સલમાનના બનેવી આયુષ શર્માએ જણાવ્યું છે.

સલમાનના બનેવી અને અર્પિતા ખાનના પતિ આયુષે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાલમાં જ સલમાનભાઇના જીમમાં કિંગ કોબરા જોવા મળ્યો અને ફાર્મહાઉસ નજીક દીપડો પણ જોવા મળ્યો હતો. અહીં ગાય, બકરી સહિત ઘણાં જંગલી જાનવર જોવા મળે છે.

આયુષે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે તેઓ સફારીમાં રહી રહ્યાં છીએ. તેણે એ પણ જણાવ્યું હતું કે વિકેન્ડમાં તેઓ પનવેલ આવ્યા હતા પરંતુ જનતા કરફ્યૂ ને પછી મોદીએ લૉકડાઉન જાહેર કરી દીધું હતું. છેલ્લા એક મહિનાથી તેઓ અહીંયા જ છે.

આયુષે જણાવ્યું હતું કે તે અહીં પોતાના બાળકોની સાથે સમય વિતાવી રહ્યો છે. આહિલની સાથે જંગલના ફળ અને શાકભાજી તોડે છે. સંપૂર્ણ પરિવાર એક સાથે આ ક્વોરન્ટીન સમયનો ભરપૂર આનંદ માણે છે.

ઉલ્લેખનીય છે કે સલમાન જંગલી જાનવર અને કિંગ કોબરા નીકળવાથી થોડા ચિંતિત છે, કારણે તેની સાથે નાના બાળકો પણ રહે છે.

થોડા દિવસ પહેલા જ પોતાના ઘોડા સાથે નાસ્તો કરતી વખતે સલમાને એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન પોતાના ઘોડાને ખવડાવી રહ્યો હતો અને સાથે પોતે પણ ખાઇ રહ્યાં હતા.

સલમાન મહિનાથી પોતાના માતા-પિતાને મળ્યા નથી. તેને આ સમયે તેમની ખુબ જ ચિંતા થઇ રહી છે. તેમણે એક વીડિયો શેર કરી માતા-પિતાને લઇને ચિંતા પણ વ્યક્ત કરી હતી.

સલમાન પનવેલ ફાર્મહાઉસમાંથી વીડિયો અને ફોટો શૅર કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી રહ્યાં છે. સાથે જ સલમાન અવારનવાર પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા પણ આપતા રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page