Only Gujarat

National TOP STORIES

બેન્ડબાજા સમયે જીજાએ ફાયરિંગ કરતાં વરરાજાના સાળાના થયા આવા હાલ

બિહારના ગયામાં બહેનનું તિલક લઇને થનારા જીજાના ઘરે ગયેલા યુવકનું ખુશીમાં કરવામાં આવેલા ફાયરિંગમાં મૃત્યુ થઇ ગયું. ગોળી ચલાવનાર બીજું કોઇ નહીં પરંતુ મૃતક યુવકના થનારા જીજાજી જ હતા. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ ટીમ પણ હરકતમાં આવી ગઇ. આ ઘટના ગયાના પરૈયા પ્રખંડ વિસ્તારના કરહટ્ટામાં સોમવાર 8 જુનની મોડી રાતે બની હતી.

પરૈયા પ્રખંડના સબદીપુર ગામમાં રહેતા કુંદન કુમારની બહેનના લગ્ન કરહટ્ટા ગામના એક યુવક સાથે નક્કી થયા હતા. સોમવાર 8 જુને મોડી રાતે કુંદન પરિવાર અને ગામના અન્ય લોકો સાથે બહેનનું તિલક લઇને ગયા હતા. મોડી રાત સુધી તિલક ચઢાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

તિલક કાર્યક્રમમાં મહિલાઓ મંગળ ગીત ગાઇ રહી હતી અને પંડિત મંત્ર પઢી રહ્યાં હતા. આ દરમિયાન દુલ્હાના જીજા સંતોષ ખુશીમાં ને ખુશીમાં હવામાં ફાયરિંગ કરવા લાગ્યો. આ દરમિયાન એક ગોળી તેના સાળા કુંદનની છાતીમાં જઇને લાગી અને તે જમીન પર પડી ગયો. (ઘટનાને નજરે જોનારા કુંદનના કાકા)

પત્યક્ષદર્શી કુંદનના કાકા મંટુ કુમારે કહ્યું કે સંતોષ પહેલા ઘરના ફળિયામાં ફાયરિંગ કરી રહ્યો હતો. તિલક ચઢવા લાગ્યા તો તે પિસ્તોલ લઇને ફળીયાથી અંદર આવવા લાગ્યો. મેં તેને રોક્યો અને પુછ્યું કે પિસ્તોલ લઇને ક્યાં જઇ રહ્યો છે તો તેણે મારી વાત સાંભળી નહીં. બાદમાં તે ફળિયામાં જઇને ગોળી ચલાવવા લાગ્યો. કુંદને પણ આ દરમિયાન તેને રોકવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન ગોળી છૂટી ગઇ જે કુંદનની છાતીમાં જઇને લાગી. (ઘરમાં ચાલી રહેલી તિલક વિધિ)

તો ગયાના એસએસપી રાજીવ મિશ્રાએ કહ્યું કે પોલીસને રાતે અંદાજે એક વાગ્યે સૂચના મળી હતી. પોલીસને એક વીડિયો પણ મળ્યો જેમાં દેખાઇ રહ્યું છે કે કોઇ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.

એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગના કારણે ગોળી લાગવાથી એક યુવકનું મૃત્યુ થઇ ગયું. પરૈયા થાનાધ્યક્ષને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પ્રાથમિક નિવેદન નોંધી કેસ દાખલ કરવા સહિતની કામગીરી હાથ ધરે.

You cannot copy content of this page