Only Gujarat

FEATURED National

Indian Idol ફેમ સિંગરના પ્રેમીનું ઝેરી પદાર્થ ખાવાથી થયું મોત

ઇન્ડિયન આઇડલમાં ભાગ લઇ ચૂકેલી સિંગરના પ્રેમીનું ગુરુવાર રાતે ઝેરીલા પદાર્થ ખાવાથી મોત થઇ ગયું છે. પ્રેમીના મોતના સમાચાર સાંભળ્યા બાદ સિંગરને પણ માનસિક તણાવમાં આવવાના કારણે બેહોશ અવસ્થામાં એક ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં ભરતી કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો રાજસ્થાનના અલવર જિલ્લાનો છે.

ઉલ્લેખનીય છે કે એનઇબી થાના ક્ષેત્રના અંતર્ગત મિત્તલ હોસ્પિટલમાં ભરતી ઇન્ડિયન આઇડલ ફેમ સિંગર રેણુ નાગરના પ્રેમી રવિ નટના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ભીડને હોસ્પિટલેથી ખદેડી હતી. હાલ ઘટનાસ્થળે પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. મૃતક રવિના પરિવારજનોએ રેણુ નગર અને તેના પિતા પર ટોર્ચર કરવાનો આરોપ લગાવી હોસ્પિટલ બહાર હોબાળો મચાવી દીધો.

ઉલ્લેખનીય છે કે રેણુ નાગરના પ્રેમી રવિ નટ તેના ઘરે તબલા શીખવા આવતો હતો અને આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને જુન મહિનામાં ફરાર થઇ ગયા હતા. ત્યારે રેણુ નાગરના પિતાએ પુત્રીને ભગાડી લઇ જવાનો કેસ દાખલ કરાવ્યો હતો. પાંચ દિવસ પહેલા જ તે પરત ફર્યા હતા. પોલીસની પુછપરછમાં રેણુનું નિવેદન નોંધ્યા બાદ રવિ નટને છોડી મૂક્યો હતો.

ત્યારબાદ રવિએ ઝેરીલો પદાર્થનું સેવન કરી લીધું અને તેની તબીયત બગડવા પર પરિવારજનો હોસ્પિટલ લઇ આવ્યા જ્યાં તેણે રાતે 11 વાગ્યે દમ તોડ્યો. આ મામલામાં રવિ નટના પિતાનું કહેવું છે કે તેણે ઝેરી પદાર્થનું સેવન ક્યા કારણોસર કર્યું તે અંગે તેને કોઇ જાણકારી નથી. આ સંબંધમાં એનઇબી થાના પોલીસે નગર થાના પોલીસને સૂચિત કરી છે.

રવિ નટ ભરતપુર જિલ્લાના નગર કસ્બાનો રહેવાસી છે અને અલવરમાં ભાડાના મકાનમાં રહે છે. રવિ નટના બે બાળકો અને પત્ની છે જે પરિવારની સાથે ભરતપુર જિલ્લાના નગર કસ્બામાં રહે છે. પરંતુ હાલ તે પોતાના ગામ નગરમાં રહેતો હતો.

મૃતક રવિ નટના પરિવારજનોએ રેણુ નાગર, તેના પિતા અને હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતક રવિના ભાઇ ભીમ સિંહે રેણુ નાગર પર તેના ભાઇને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય સિંગરના પિતા પ્રકાશ નાગર અને હોસ્પિટલના ડોક્ટરો પર મિલીભગતના આરોપ લગાવ્યા છે.

સિંગરનો હોસ્પિટલમાં ઇલાજ કરનારા ડોક્ટર એસસી મિત્તલનું કહેવું છે કે રાતે સાત વાગ્યે રવિ ભરતી થયો જેનું સવા 11 વાગ્યે મોત થઇ ગયું. જ્યારે રેણુ નાગર આજે સવારે ભરતી થઇ છે. શરૂઆતની સ્થિતિમાં બીમારીની તપાસ કરવામાં આવી રહી છે. તેણીની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page