Only Gujarat

FEATURED National

ભીખ માંગીનો ફરતો યુવાન કરોડપતિ નીકળ્યો, બે વર્ષ પછી એક મોબાઈલ નંબર યાદ આવ્યો અને થઈ ઓળખ

અંબાલા: હરિયાણાના અંબાલામાં એક મંદિર પાસે ભીખ માંગતો યુવાન કરોડપતિ નીકળ્યો હતો. બે બહેનોનો એક માત્ર ભાઈ ઉત્તરપ્રદેશના આજમગઢનો રહેવાશી છે. તેનું સાચુ નામ ધનંજય ઠાકુર છે. પણ મંદિરની આજુબાજુ અને સ્થાનિક લોકો તેને જટાધારી કહેતા હતા. તેના પિતા રાધેશ્યામ સિંહ કોલકાતાની એક મોટી કંપનીમાં એચઆર છે. શુક્રવારે ધનંજયની નાની બહેન નેહાસિંહ તેને લખનઉથી લેવા આવી ત્યારે એક માત્ર લાડલા ભાઈથી વિખૂટા પડવાથી લઈને મેળાપ સુધીની કહાની સામે આવી હતી.

વાત એમ છે કે ગત ગુરૂવારે ધનંજયના પગમાં લોહી વહેતું જોઈને ગીતા ગોપાલ સંસ્થાના સભ્ય સાહિલે તેને પાટાપિંડી માટે પાસે બોલાવ્યો. તે દરમિયાન તેને પૂછ્યું કે- ‘ક્યાનો રહેવાશી છે.’ માનસિક સ્થિતિ સારી ન હોવાથી તે જણાવી શક્યો નથી, પણ થોડું યાદ કર્યા પછી તેણે એક મોબાઈલ નંબર બતાવ્યો. આ નંબર આજમગઢમાં કનેક્ટ થયો. શિશુપાલ નામના વ્યક્તિએ કોલ રિસિવ કર્યો. ત્યાર પછી સાહિલે ધનંજય બાબતે વાત કરી તો ખૂબર પડી કે શિશુપાલ યુવકના કાકા છે. તેમણે જ યુવકનું નામ ધનંજય ઉર્ફે ધર્મેન્દ્ર જણાવ્યું.

ધનંજય બે વર્ષ પહેલાં ઘરથી ગાયબ થઈ ગયો હતો. શુક્રવારે ધનંજયની બહેન નેહા તેને લેવા પહોંચી હતી. ભાઈ મંદિર બહાર બેઠો હતો. દાઢી અને વાળ વધી ગયા હતા. બહેનને જોતા જ ધનંજય તેને ઓળખી ગયો. બહેનના મોઢામાંથી ફક્ત આ જ શબ્દો નીકળ્યા- ‘ધર્મેન્દ્ર તને કાકાનો ફોન નંબર યાદ હતો તો બે વર્ષ પહેલાં ફોન નહોતો કરી શકતો.’’

નેહાસિંહે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે એક માત્ર ભાઈ હોવાના કારણે ધનંજય પરિવારનો લાડલો હતો અને જીદ્દી સ્વભાવનો હતો. તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. તેને નશાની આદત લાગી ગઈ હતી. જેથી તેની માનસિક સ્થિતિ બગડી ગઈ અને એક દિવસ ઘર છોડીને ભાગી ગયો હતો. પરિવારે તેને શોધવાના ખૂબ પ્રયત્ન કર્યા, પણ તે મળ્યો નહોતો. બે વર્ષ પછી તો ઘરવાળાઓએ પણ આશા છોડી દીધી હતી. બે દિવસ પહેલાં જ નેહાએ ફુઈને કહ્યું હતું કે લાગે છે કે હવે ભાઈ દુનિયામાં નથી રહ્યો. તેના માટે ગુરુવારના વ્રત પણ રાખતી હતી. સંયોગની વાત છે કે ગુરૂવારે જ ઈશ્વરે ભાઈની જાણકારી તેને આપી હતી.

You cannot copy content of this page