Only Gujarat

Bollywood FEATURED

કરીનાને ‘બેબો’ તો શ્રદ્ધાને ‘ચિરકુટ’, જાણો બોલિવૂડ સેલેબ્સના નિકનેમ

બોલિવૂડના સેલેબ્સને તમે તેમના નામથી જ જાણતા હશો પરંતુ શું તમને તેમના નિકનેમ ખબર છે. ઘણાં એવા બોલિવૂડ સેલેબ્સ છે જેમને નિકનેમથી તેમને ઘરોમાં બોલાવે છે. જેમ કે ઋષિ કપૂરને ચિંટૂ તો કરીના કપૂરને બેબો કરીને બોલાવે છે. બોલિવૂડમાં ઘણાં એવા સેલેબ્સ છે જેમને નિકનેમ બહુ જ સારાં અને ક્યૂટ છે તો આવો જાણીએ બોલિવૂડ સેલિબ્રિટિઝના નિકનેમ.

1) ઋષિ કપૂર – ચિંટૂ: બોલિવૂડના દિગ્ગજ અને દિગંવત અભિનેતા ઋષિ કપૂરનું અસલી નામથી જ જાણો છો. પરંતુ તેમના ઘરે પ્રેમથી ચિંટૂના નામથી બોલાવવામાં આવતાં હતાં. ઋષિ કપૂરનું આ નિકનેમ તેમની પર્સનાલિટીની જેમ ક્યૂટ છે.

2) કરીના કપૂર – બેબો: સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને લોકો કરીનાના નામથી ઓળખે છે. પરંતુ ઘણાં ચાહકો તેના નિકનેમથી પણ ઓળખે છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂરનું નિકનેમ બેબો છે. કરીનાને ઘરમાં પરિવારના સભ્યો બેબો કહીને બોલાવે છે. કરીનાના આ નામને તેના ચાહકો બહુ જ પસંદ કરે છે.

3) કરિશ્મા કપૂર – લોલો: કપૂર ખાનદાનમાં નિકનેમ રાખવાનો રિવાજ જ રહ્યો છે. કરીના કપૂર બાદ તેની બહેન કરિશ્મા કપૂરનું પણ નિકનેમ છે. બોલિવૂડની આ અભિનેત્રીને તેના ઘરમાં બધાં તેને લોલો કહીને બોલાવે છે.

4) રણબીર કપૂર – રેમંડ: ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરનું કોઈ નામ રાખ્યું નહતું પરંતુ તેની માતા નીતૂ કપૂરે પોતાના પુત્રને રેમંડ કહીને બોલાવે છે. જોકે રણબીર કપૂર હંમેશા પોતાને ફિટ એન્ડ ફાઈન રાખે છે. તેની આ આદતને જોઈને તેની માતા નીતુ કપૂરે તેનું નામ રેમંડ રાખ્યું હતું.

5) હ્રિતિક રોશન – ડુગ્ગુ: બોલિવૂડના સુપરસ્ટાર રાકેશ રોશનના પુત્ર હ્રિતિક રોશનનું પણ નિકનેમ છે. જેમ કે રાકેશને ઘરમાં બધાં લોકો ગુડ્ડુના નામથી બોલાવે છે તેવી જ રીતે હ્રિતિકને પણ ડુગ્ગુના નામથી બોલાવે છે.

6) અક્ષય કુમાર – રાજૂ: બોલિવૂડના હેન્ડસમ અભિનેતા અક્ષય કુમારને ઈન્ડસ્ટ્રીઝમાં લોકો તેના ચાહકો અક્કીના નામથી ઓળખે છે પરંતુ અક્ષયનું અસલી નામ નિકનેમ રાજૂ છે. તેના ઘરના લોકો અને તેના મિત્રો તેને રાજૂ કહીને બોલાવે છે.

7) શ્રદ્ધા કપૂર – ચિરકૂટ: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું બહુ જ સરસ નિકનેમ છે. તેના ઘરમાં અને નજીકના મિત્રો તેને ચિરકૂટના નામથી બોલાવે છે. તેનું આ નામ નાનપણના મિત્રો અને બોલિવૂડ અભિનેતા વરૂણ ધવને આપ્યું છે.

8) પ્રિયંકા ચોપરા – મિમિ: બોલિવૂડ અને હોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ઘરમાં મિમિના નામથી બોલાવે છે. તેનું આ નામ આ કારણે પડ્યું કારણ કે નાનપણમાં પ્રિયંકા ઘણાં લોકોની નકલ કરતી રહેતી હતી. જેના કારણે તેના ઘરમાં બધાં મિમિ કહીને બોલાવે છે જ્યારે પ્રિયંકાના ઘણાં ચાહકો તેને દેશી ગર્લના નામથી બોલાવે છે.

You cannot copy content of this page