Only Gujarat

FEATURED National

આધેડ અબ્દુલ્લા ‘અમન’ બનીને છોકરીઓને જાળમાં ફસાવતો હતો ને પછી કરતો આ ‘ગંદુ’ કામ

બુધવારે પોલીસે 3 સપ્ટેમ્બરના રોજ કાંકરખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા સગીર કિશોરની રિકવરી સાથે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીની પૂછપરછ કરી ત્યારે એક અલગ કેસ સામે આવ્યો છે.

વાસ્તવમાં, આ આરોપીનું નામ અબ્દુલ્લા છે અને તે અમન બનીને સગીર છોકરીઓને તેના પ્રેમની જાળમાં ફસાવતો હતો અને અપહરણ કરતો હતો. અબ્દુલ્લાની ચાર પત્નીઓ અને 4 બાળકો પણ છે. એટલું જ નહીં, આ વ્યક્તિ જુવાન દેખાવા માટે નકલી વાળ લગાવતો હતો.

મળતી માહિતી મુજબ, આરોપી 3 સપ્ટેમ્બરના રોજ સગીર યુવતીને ફોસલાવીને તેની સાથે લઈને ગયો હતો, ત્યારબાદ યુવતીના પરિવારે કાંકરખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ પછી, જ્યારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી, ત્યારે 13 દિવસ પછી પોલીસને આ કેસમાં સફળતા મળી હતી અને પોલીસને યુવતી મળી હતી.

ધરપકડ કરાયેલા આરોપી અબ્દુલ્લાએ પૂછપરછ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તેણે યુવતીને ગંગાનગર વિસ્તારમાં રાખી હતી.આરોપીએ કહ્યું કે તે જુવાન દેખાવા માટે તેના ખિસ્સામાં બનાવટી વાળ રાખતો હતો. પોલીસે અબ્દુલ્લા વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે આ કેસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કાનપુરમાં લવ જેહાદ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. કાનપુરમાં છેલ્લા મહિનામાં લવ જેહાદના ઘણા કિસ્સા બન્યા છે, તેથી પાછળથી પોલીસે 9 સભ્યોની તપાસ ટીમ બનાવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page